GCAS ની પ્રવેશ પ્રક્રિયા મા થયેલી ગડબડી સામે ABVP નુ વિરોધ પ્રદર્શન

ભાવનગર

ગુજરાત કોમન એડમિશન સર્વિસ ના પોર્ટલની કાર્યદક્ષતા અને શિક્ષણ વિભાગ ના ભ્રષ્ટ ‘બ્યુરોક્રેટ્સ’ ની દાનતના અભાવ ને લિધે સામાન્ય વિધાર્થીઓને ખુબજ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ એડમિશન પ્રક્રિયા લાંબો સમય લઈ રહી છે. જેને લિધે કંટાળી ને વિધાર્થી પ્રાઈવેટ યુનિવર્સિટીઓમા એડમિશન લેવા મજબુર બની રહ્યા છે.

ABVP દ્વારા અગાઉ પણ શિક્ષણ અગ્રસચિવ પણ આવેદન આપીને વિધાર્થીઓની સમસ્યાઓથી પ્રશાસન ને વંચિત કરી તેના નિરાકરણ માટે નિષ્ફળ પ્રયત્ન કરેલ. વિધાર્થીઓની સમસ્યાનો કોઈ નિકાલ મળ્યો નહી અને વિધાર્થીઓની સમસ્યાઓમા દિવસે ને દિવસે નવી નવી સમસ્યાઓનો વધારો થતા, વિધાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા “ઠિક કરેંગે તિન કામ પ્રવેશ, પરિક્ષા ઓર પરિણામ” ના નારા સાથે સમગ્ર ગુજરાતભર ના ૩૫ જિલ્લાઓ અને ૪ મહાનગરો મા રાજ્ય વ્યાપી આદોલન કરવામાં આવ્યું. જેમા તમામ રાજ્ય વિશ્વવિદ્યાલયો ને તાળા લગાવીને અને બાકી રસ્તા રોકી ને ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો.

વિદ્યાર્થી પરિષદના રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન બાદ તમામ રાજ્ય વિશ્વવિદ્યાલયો તાળાબંધી કર્યા બાદ, વિદ્યાર્થી પરિષદના પ્રદેશ પ્રતિનિધિ મંડળ દ્વારા શિક્ષણ મંત્રીશ્રી સાથે મુલાકાત કરવામાં આવી. વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓ અને તેના નિરાકરણ હેતુ સુખદ નિરાકરણ માટે શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે આ તમામ મુદ્દાઓ ઉપર ગંભીરતાથી રજૂઆત સાંભળી અને ખૂબ લાંબી બેઠક બાદ આ તમામ મુદ્દાઓનું નિરાકરણ આવશે, તેવા પ્રયાસો કરવા માટે વિદ્યાર્થી પરિષદને બાંહેધરી આપી છે.

અભાવિપની 7 સુત્રી માંગો માની તમામ પર ગંભીર ચર્ચા બાદ નીચે મુજબની બાંહેધરી આપવામાં આવી છે;
1. જે વિદ્યાર્થીઓ રેજીસ્ટ્રેશનથી વંચિત રહી ગયેલ છે તેમને GCAS પર રેજીસ્ટ્રેશન ની હજુ એક તક આપવામાં આવશે.

2. GCAS માં પ્રથમ રાઉન્ડ બાદ પણ ચોઈસ ફીલિંગ કરી બીજી કોલેજ માં એડમિશન લેવા હેતુ યુનિવર્સિટી સ્તરે થી આપવામાં આવશે છૂટ.

3. કોલેજના મેરીટ લિસ્ટ પર અને વિદ્યાર્થી ની માહિતી નિયંત્રિત રાખવા પ્રયાસ કરવું આવશે.

4. આવનારા રાઉન્ડ પેહલા યુનિવર્સિટી સ્તરે થી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ની વ્યવસ્થા કરવામાં આવશે.

5. LLB લો કોલેજની એડમિશન પ્રક્રિયા આજથી શરુ કરવામાં આવશે.

6. જે વિશ્વવિદ્યાલયની સ્નાતક અભયસક્રમો ના પરિણામ અથવા પુનઃ ચકાસણી અથવા પૂરક પરીક્ષા ના પરિણામો બાકી છે તેમને તુરંત જાહેર કરવા નિર્દેશ કરવામાં આવશે.
7. કોલેજનું સીટ મેટ્રિક્સ GCAS પોર્ટલ પર આપવામાં આવશે.

અ.ભા.વિ.પ ગુજરાત પ્રદેશ મંત્રી સમર્થ ભટ્ટે જણાવ્યું કે, ” GCAS ને લઈને વિદ્યાર્થીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડવા વિદ્યાર્થી પરિષદ સતત પ્રયત્નશીલ રહ્યું છે. પરંતુ હજુ સુધી પણ આ વિષય પર કોઈ સુખદ્ સમાધાન મળ્યું ન હોવાને લીધે, વિદ્યાર્થી પરિષદ ના કાર્યકર્તાઓ દ્વારા આજે સમગ્ર ગુજરાતભરમાં આંદોલન ચલાવવામાં આવ્યું છે. રાજ્યવ્યાપી આંદોલન બાદ શિક્ષણ મંત્રીશ્રી ને મળી વિદ્યાર્થી પરિષદ ના પ્રતિનિધિ મંડળ દ્વારા તમામ વિષયો સુખદ નિરાકરણ ની બાંહેધરી આપેલ. ગુજરાત વ્યાપી આજના આંદોલન થી વિદ્યાર્થીઓની અનેક સમસ્યાઓ ઉકેલાશે તેનો સૌ કાર્યકર્તામાં આનંદ છે, અને આ જીત ગુજરાત ની મજબૂત છાત્રશક્તિ ની દ્રઢ ઈચ્છા શક્તિની જીત છે.

અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)