GCAS પોર્ટલ પર વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈને ABVP નો ઉગ્ર વિરોધ સુરતની યુનિવર્સિટીમાં કરી તાળાબંધી રોડ પર કર્યો ચક્કાજામ

સુરત

સુરતમાં GCAS પોર્ટલ પર વિદ્યાર્થીઓને થતી તકલીફોને લઈને એબીવીપી દ્વારા રાજ્યભરમાં GCAS પોર્ટલને લઈને આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આજે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપીના કાર્યકરો દ્વારા તાળાબંધીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને રોડ પર ચક્કા જામ કરવામાં આવ્યો હતો.જેથી પોલીસે કાર્યકરોની અટકાયત પણ કરી હતી.

એબીવીપી દ્વારા કહેવાયું કે, શૈક્ષણિક વર્ષ 2024થી રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયાના પહેલા દિવસથી વિદ્યાર્થીઓને વિવિધ તકલીફો પડતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ રાઉન્ડના પરિણામમાં છબરડા સામે આવ્યા હતાં. જેથી સામાન્ય વિદ્યાર્થીઓને એડમિશનમાં ભારે તકલીફો ઉભી થઈ છે. લાયક વિદ્યાર્થીઓને એડમિશન લેવામાં તકલીફો પડી રહી છે. ખાનગી કોલેજીસ પોતાની મનમાની કરી રહી હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. GCAS પોર્ટલ પર અનેક ખામીઓ હોવાની ફરિયાદો ઉઠી હતી.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત )