GPCB CPCB ને અનેકવાર ફરિયાદો સત્તા અંબુજા સિમેન્ટ દ્વારા ફેલાતું હવા,પાણી, ધ્વનિ પ્રદુષણ યથાવત ગામ લોકો પહોંચ્યા હાઇકોર્ટ.

જૂનાગઢ

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં આવેલ અંબુજા સિમેન્ટ કંપની દ્વારા જળ ધ્વનિ અને હવા પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યું છે જેમાં છેલ્લા પાંચ વર્ષમાં હવા પ્રદુષણ ભયંક રીતે વધારો થઈ રહ્યો છે જેથી વડનગર ગ્રામજનો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે તંત્રને અનેક રજૂઆત બાદ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતા ગામ લોકો હાઇકોર્ટમાં પહોંચ્યા હતા હાઇકોર્ટમાં એડવોકેટ પ્રશાંત ચાવડા મારફત પિટિશન દાખલ કરવામાં આવી છે ગામ લોકો દ્વારા અવારનવાર તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં જવાબદાર તંત્રની ઘોર બેદરકારીના કારણે ગામ લોકો પ્રદૂષણ નો ભોગ બની રહ્યા છે જોકે હવે પ્રદૂષણ મામલે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ થતા કંપની અને તંત્રમાં દોડધામ મચવા પામી છે મહત્વની વાત વડનગર ગામના લોકો છેલ્લા ઘણા સમયથી અંબુજા સિમેન્ટ કંપનીના પ્રદૂષણના ભોગ બની રહ્યા છે તેના પાકો વારંવાર નિષ્ફળ જઈ રહ્યા છે તેમજ તેના કુવા ની અંદર લાલ પાણી જોવા મળી રહ્યું છે જેના કારણે ખેડૂતોને આર્થિક ફટકો પડી રહ્યો છે

કોડીનારના ખેડૂતો માટે અંબુજા સિમેન્ટ પ્લાન્ટ આફત લઇને આવ્યો છે. અંબુજા સિમેન્ટ પ્લાન્ટથી ખેડૂતોની કરોડોની જમીન બરબાદ થતાં ખેડૂતો સરકાર સામે આજીજી કરી રહ્યા છે. ભારે ડસ્ટીંગના કારણે ખેડૂતો પરેશાન થઇ ગયા છે. કેમિકલ યુક્ત પાણીથી ખેતરોનો ઉભેલા લીલાપાક ભૂરા રંગના થઈ ગયા છે. સિમેન્ટના ડસ્ટથી કોડીનાર તાલુકાની 2200 વીઘા જમીનને નુકસાન થઈ રહ્યું છે.

આ ડસ્ટથી ખેડૂતોનો તૈયાર ઉનાળુ પાક નિષ્ફળ જવાની સંભાવના છે. અંબુજાની ડસ્ટથી કેરી પર સિમેન્ટના થર જામી ગયા છે. નારિયેળ શેરડીના પાકને પણ નુકસાન થઇ રહ્યું છે.

GPCB પાસે જવાબ માંગવા કહ્યું હતું. જેથી તંત્ર સામે અનેક સવાલો ઉભા થાય છે. કેમ અંબુજા સિમેન્ટના પ્લાન્ટ સામે પગલા લેવાતા નથી? કેમ GPCB અંબુજા સિમેન્ટના પ્લાન્ટ સામે મૌન છે? ખેડૂતોને થયેલા નુકસાની ભરપાઈ કોણ કરશે? શા કારણેથી સરકાર અંબુજા સામે આંખ મીંચી રહીછે? ખેડૂતોના પડખે નેતા કે અધિકારીઓ કેમ નથી? શું GPCB અને કંપનીની સાંઠગાંઠ છે? શું GPCB હપ્તા લઈને કંપની સામે કાર્યવાહી કરતી નથી? GPCB હપ્તા લઈને મામલો દબાવવા માગે છે? ખેડૂતોનું કેમ GPCB સાંભળતી નથી? તમામ પ્રકારના સવાલ થાય છે.

મહત્વનું છે કે કંપની દ્વારા કેમિકલયુક્ત ડસ્ટ છોડાતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂક્યો છે. ખેડૂતોએ કોડીનાર મામલતદાર કલેકટર GPCB સહીત વિભાગ ને અનેકવાર રજૂઆત કરી છે અને ખેડૂતોના નુકશાનનું વળતર આપવા માંગ કરી છે. પરંતુ યોગ્ય કાર્યવાહી નથી થતી

ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે કે સરકાર ખેડૂત વિરોધી હોઈ તેવું લાગે છે સરકાર જ કંપનીને છાવરતી હોઈ તેવું લાગી રહ્યું છે. ખેડૂતોના કહેવા મુજબ વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કંપની સામે કોઈ જ કાર્યવાહી થઇ નથી જે ડિપાર્ટમેન્ટ પર્યાવરણ મુદ્દે તપાસ કરે છે તેને ખરીદી લેવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે

બાંધકામ ક્ષેત્રે અંબુજા સિમેન્ટની ભલે નામના હોય. પરંતુ ગીર સોમનાથનો એક એવો વિસ્તાર છે જ્યાંના લોકો માટે અંબુજા કંપની આફત લઇને આવી છે. કરોડો કમાતી કંપનીને તેના પ્લાન્ટની આસપાસ રહેતા લોકોના સ્વાસ્થ્યની જરા પણ ચિંતા નથી. અને પર્યાવરણના તમામ નિયમો નેવે મુકીને બેફામ રીતે કેમિકલ અને ઝેરી પાવડર છોડવામાં આવી રહ્યો છે. આસપાપાસના લોકો પરેશાન છે. ખેતીને પણ મોટુ નુકસાન છે. છતાં ગુજરાતનું વહિવટી તંત્ર જાણે કે તુતીકોરીનની ઘટનાનું પુનરાવર્તન થાય તેની રાહ જોઇને બેઠું છે. વડનગરના રહીશ નાથાભાઈ જેસાભાઇ સોલંકી દ્વારા એડવોકેટ પ્રશાંત ચાવડા મારફત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે હવે જોવાનું એ રહ્યું કે કંપની સામે હાઇકોર્ટ કયા પ્રકારે પગલા ભરશે..

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)