કેશોદ, HDFC બેંક પરિવર્તન અંતર્ગત ‘વોટર મેનેજમેન્ટ એન્ડ એગ્રીકલ્ચર ફોર ક્લાઈમેટ રીઝીલિયન્સ’ પ્રોજેક્ટ અંબુજા ફાઉન્ડેશન દ્વારા કેશોદ તાલુકાના ૩૮ ગામોમાં સફળતાપૂર્વક અમલમાં છે.
આજ રોજ કેશોદ તાલુકાના અગતરાઈ ગામમાં ખેડૂતો માટે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ૮૫ જેટલા ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા અને ઓર્ગેનિક ખેતી અંગે ઉપયોગી માહિતી મેળવી હતી.
તાલીમના મુખ્ય મુદ્દાઓ:
તાલીમ દરમિયાન અંબુજા ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં મુખ્યત્વે આ મુદ્દાઓ સામેલ રહ્યા:
✅ ચેકડેમ નિર્માણ – પાણી સંચય અને સિંચાઈ માટે ✅ ડ્રીપ સિંચાઈ પદ્ધતિ – પાણી બચત માટે ✅ અળસિયાનું ખાતર અને તેની ઉપયુક્તતા – નેચરલ ખાતર દ્વારા જમીન સુધારણા ✅ પશુપાલન અને તે સાથે સંકળાયેલી સુવિધાઓ – ટકાઉ કૃષિ માટે મહત્વપૂર્ણ
ખેડૂતો માટે ફાયદો:
આ તાલીમ દ્વારા ખેડૂતોને ટકાઉ અને રાસાયણિકમુક્ત ખેતી પદ્ધતિઓ અપનાવવા માટે પ્રેરણા આપવામાં આવી. તેમજ જૈવિક ખેતીના લાભો, પાણી સંચય અને કૃષિ-સંલગ્ન ટેકનિકલ માહિતી મળી, જેનાથી ખેડૂતોની ઉત્પાદકતા અને આવકમાં વધારો થશે.
(અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ)