IIT મદ્રાસ, GLS યુનિવર્સિટી ગાંધીનગર, અમદાવાદ, બરોડા, અને રાજકોટ ના મળી ને આશરે 600 વિદ્યાર્થીઓ આ ઇવેન્ટ માં ભાગ લેશે.

તારીખ 10 અને 11-1-2025 ના રોજ નોબલ યુનિવર્સિટી માં NUTECH 2025 નું આયોજન કરવામાં આવેલ છે. આ ટેકનિકલ ઇવેન્ટ માં વિવિધ કોલેજો માંથી અંદાજિત 600 જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધેલ છે. તેમાં ટેકનિકલ અને નોનટેકનિકલ ઇવેન્ટ જેવીકે, હેકાથોન-24 Hours, બ્લાઇન્ડ કોડ, બિલ્ડ માય સાઈટ, કોડ ક્રેકર, કોડ સોલ્વર, રોબો રેસ, રોબો વૉર, પોસ્ટર પ્રેસેંટેશન, મોડેલ પ્રેસેંટેશન, લેન ગેમિંગ, ટ્રેઝર હન્ટ, અને મ્યુઝિકલ અંતાક્ષરી નું આયોજન કરવામાં આવ્યું છે. હેકાથોનમાં વિદ્યાર્થીઓ 24 કલાક માં હાલ ના અવનવા પ્રશ્નો નું નિરાકરણ પોતાના આઈડિયા દ્વારા લાવશે. અને જેનું અવલોકન નોબેલ યુનીવર્સીટી તરફથી નિયુક્ત કરેલા ઇન્ડસ્ટ્રીયલ એક્સપર્ટ કરશે.

આ ઇવેન્ટમાં નોબલ યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓ ઉપરાંત ગુજરાત રાજ્ય ની ગોવેર્નમેન્ટ એન્જિનિરીંગ કોલેજ રાજકોટ, વીજીઇસી-ચાંદખેડા, તથા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મદ્રાસ ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધેલો છે. અલગ અલગ 10 ઇવેન્ટ ને ધ્યાન માં લઈને નોબલ યુનિવર્સીટી ના પ્રેસિડેન્ટ નિલેશભાઈ ધુલેશીયા, વાઇસ પ્રેસિડેન્ટ ગીરીશભાઈ કોટેચા, મેનેજીંગ ટ્રસ્ટી શ્રી વી. પી. ત્રિવેદી, અસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ પાર્થ કોટેચા, કો. મેં. ટ્રસ્ટી ડો. મનીષ ત્રિવેદી, પ્રોવોસ્ટ ડો. એચ. એન. ખેર દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવા માં આવી હતી તેમ એન્જિનિરીંગ વિભાગ ના વાઇસ પ્રોવોસ્ટ અને ડીન ડો. સી. ડી. સંખાવરા ની યાદી માં જણાવ્યું હતું.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)