સુરત :
સુરત શહેરના છેવાડે આવેલા સચિન વોર્ડ નંબર 30ના અલગ અલગ વિસ્તારમાં ગંદગીનું સામ્રાજ્ય અંગે JK 24X7ન્યુઝ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ સુરત મનપા ઘોર નિંદ્રામાંથી જાગી હતી અને અહેવાલના 24 કલાકની અંદર સાફ સફાઈ અભિયાનમાં ઉતરી ગયી હતી અને વોર્ડ નંબર 30ના અલગ અલગ વિસ્તારમાં સાફ સફાઈ કરી લોકોને રોગ ચાળાના મુખમાં જતા બચાવી હતી.
સચિનના વોર્ડ નંબર 30માં સફાઈ અભિયાન શરૂ થતાં લોકોએ હાસકારો લીધો
છેલ્લા ઘણા સમયથી સુરત શહેર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયેલા સચિન વોર્ડ નંબર 30માં ગંદગીનું સામ્રાજ્ય ફેલાયું હતું આ વિસ્તારમાં રહેતા લાખોની સંખ્યામાં પર પ્રાંતિયો ગંદગી વચ્ચે રહેવા મજબુર બન્યા હતા. ગંદગી અંગે દેશની પ્રતિષ્ઠિત ન્યુઝ ચેનલ JK 24 /7 ન્યુઝ ગુજરાતી પોર્ટલમાં લોકોની સમસ્યા અંગે એક અહેવાલ રજૂ કર્યા બાદ સુરતનું આરોગ્ય વિભાગ અને તંત્ર કુંભ કરણની નિંદ્રામાં જાગી પોતાની કામગીરી કરવાની યાદ આવી હતી અને અહેવાલના 24 કલાકની અંદર પાલીગામ, બરફ ફેક્ટરી સહીતના વિસ્તારોમાં સાફ સફાઈ કરી દેવામાં આવી હતી જેથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને JK 24/7 ન્યુઝનો આભાર માન્યો હતો.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)