
નવસારી, તા. 25 એપ્રિલ:
JK24 ન્યૂઝ દ્વારા 25 એપ્રિલે રજૂ કરાયેલા અહેવાલ પછી નવસારીની રૂસ્તમવાડી રોડ ઉપર દીર્ઘકાલથી ખુલ્લી પડેલી ગટર લાઈનોને આખરે NMC દ્વારા મજૂરો મોકલી પાટી આપવામાં આવી. આ ખુલ્લી ગટરોએ સ્થાનિક લોકો માટે દુર્ઘટનાઓ અને બીમારીઓનું જોખમ ઊભું કર્યું હતું. લોકોના આક્રોશ અને મીડિયા રિપોર્ટ બાદ NMC હરકતમાં આવી છે.
સાથે જ નગરપાલિકા દ્વારા આ બાબતમાં બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે પણ પ્રાથમિક તપાસ શરૂ કરી દેવાઈ છે. સ્થાનિક રહીશોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, “મિડિયાની ભૂમિકા અને જાહેર અવાજે છેલ્લે તંત્રને જાગૃત કરાવ્યું.“