KVK કર્મચારીઓના હક માટે ઉગ્ર અવાજ – ભુજમાં AIKEUનું ઉગ્ર વિરોધ પ્રદર્શન.

ભુજમાં અખિલ ભારતીય કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કર્મચારી સંઘ એટલે કે AIKEU દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું. હોટેલ સેવન સ્કાયઝ ખાતે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના KVK ની વાર્ષિક કાર્યશાળાનું ઉદ્ઘાટન થવાનું હતું. પરંતુ AIKEU સંઘના પ્રમુખોએ કાર્યશાળાના પ્રવેશદ્વાર પર જ એકત્રિત થઈ કાર્યક્રમનો બહિષ્કાર કરતા તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો.

વિરોધનું કારણ હતું શ્રીમતી સુનીતા શર્મા દ્વારા જારી કરાયેલું સ્પષ્ટતા પત્ર, જેમાં કર્મચારીઓના EPF ફાળો અને પ્રવાસ ભથ્થું જેવી કાયદેસર સુવિધાઓ રોકી દેવામાં આવી હતી. આ નિર્ણયને અન્યાયી ગણાવી AIKEU ના આગેવાનો એ જણાવ્યું હતું કે જ્યારે સુધી આ પત્ર પાછું ખેંચવામાં નહીં આવે, ત્યાં સુધી સઘન આંદોલન ચાલુ રહેશે.

માહિતી પ્રમાણે, દેશભરના KVK કર્મચારીઓ આ નિર્ણયથી નારાજ છે અને આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છે. વિરોધ દરમિયાન AIKEU દ્વારા તાત્કાલિક પગલાં લેવા અને કર્મચારીઓને ન્યાય આપવાની માંગ ઉઠાવવામાં આવી હતી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ