Lebrador Dog ખોવાય જતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા ફક્ત ૨ ક્લાકમાં શોધી આપેલ.

જૂનાગઢ ના શ્રી જયેશભાઇ મધુભાઇ મીઠડીયા ઝાંઝરડા ચોકડી ખાતે જયેશભાઇનુ Lebrador Dog તેમના રેસ્ટોરન્ટ ફેન્સી ઢોસા પાસેથી ભુલૂ પડી જતા નેત્રમ શાખા ને જાણ કરતાં જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા તથા જૂનાગઢ હેડ ક્વા.ડી.વાય. એસ.પી. એ.એસ. પટણી ના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, એ.એસ.આઇ. વર્ષાબેન વઘાસીયા, રાહુલભાઇ મેઘનાથી, હરસુખભાઇ સિસોદીયા, એન્જી. રિયાઝભાઇ અંસારી સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી ઝાંઝરડા ચોકડીના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા Lebrador Dog એક અજાણ્યા ફોર વ્હીલ ચાલક પોતાની ફોરવ્હીલમાં બેસાડીને લઇ જતા હોય એવુ *CCTV* માં સ્પસ્ટ નજરે પડેલ જે આધારે તે ફોર વ્હીલનો રજી. નં.GJ-11-AB-8723 શોધી

જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે અજાણ્યા ફોર વ્હીલર ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા જયેશભાઇનું Lebrador Dog તેમની પાસે હોય તેવુ જણાવેલ. નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે અજાણ્યા વ્યક્તિને ઠપકો આપી રીકવર કરી શ્રી જયેશભાઈ ને પરત સોંપતા તેમણે નેત્રમ શાખા પોલીસનો આભાર માન્યો હતો.

આમ સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.

 

 

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જુનાગઢ)