વડોદરા
વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા ડેરીડેન સર્કલ, સયાજીગંજ ખાતે NTAને બેંન કરવા અને NEET પરીક્ષાનું ફરીથી આયોજન તેમજ શિક્ષણ મંત્રીના રાજીનામાં ની માંગ તેમજ ખોટી ચલણી નોટો ઉડાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો
રાજ્યમાં નીટની પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને પેપર લીક મામલે વડોદરા યુથ કોંગ્રેસ અને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સયાજીગંજ ખાતે આવેલ ડેરી ડેન સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના કાર્યકરો અને યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા રૂપિયાની નોટો ઉડાવી પેપર લીક મામલે વિરોધ નોંધાવ્યો હતો. ભાજપ અને શિક્ષણ મંત્રી ની હાય હાય બોલાવી હતી તેમજ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી હતી. નિટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર 26 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકાર બનીગયું હોવાનું જણાવી રૂપિયાની નોટ ઉડાવી વિરોધ નોંધાવ્યો હતો.
અહેવાલ :- હર્ષ પટેલ (વડોદરા)