NSS ના રિજિયોનલ ડાયરેક્ટર ડો.કમલ કુમાર કર ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની મુલાકાતે.

જૂનાગઢઃ

જુનાગઢ સમગ્ર ગુજરાત માં અંદાજે બે લાખથી વધુ સ્વયં સેવકો ધરાવતા નેશનલ સર્વિસ સ્કીમ એટલે કે NSS ના રિજિયોનલ ડાયરેક્ટર ડો.કમલ કુમાર કર આજરોજ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ડો.કમલ કુમાર કર દ્વારા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં NSSની થતી પ્રવૃત્તિઓની રૂપરેખા અંગે વિસ્તૃત છણાવટ કરી જાણકારી મેળવી હતી,

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડો.) ચેતનભાઇ ત્રિવેદીની અધ્યક્ષતામાં એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં એનએસએસ રિજિયોનલ ડાયરેક્ટર ડો.કમલ કુમાર કરને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા સન્માનિત કરી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ તકે યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો.ડી.એચ. સુખડિયા, યુનિવર્સિટીના એનએસએસ કો-ઓર્ડીનેટર ડો.પરાગ દેવાણી, યુનિવર્સિટીના નાણા અને હિસાબી અધિકારી ડો.કિર્તીબા વાઘેલા, એનએસએસેલના ભાવિનભાઈ જસાણી તથા શોએબ પલેજા વગેરે હાજર રહ્યા હતા.

મિટિંગમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા થયેલ કાર્યની સમીક્ષા કરવામાં આવી હતી.

આગામી વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ઝોનલ કેમ્પ, નેશનલ ઇન્ટીગ્રેશન કેમ્પ, સહિતના રાષ્ટ્રભાવના, રાષ્ટ્રહિત, રાષ્ટ્રસેવાને ઉજાગર કરતા કાર્યક્રમોનું આયોજન કરવા તદુપરાંત આગામી વર્ષથી યુનિવર્સિટી દ્વારા બે પુરુષ અને બે મહિલા સ્વયંસેવકોને બેસ્ટ વોલિએન્ટર્સ એવોર્ડ આપવા પ્રસ્તાવ મુકાયેલ.

એન.એસ.એસ. ના નવા યુનિટો ફાળવવાની સાથે સાથે ડિજિટલ લિટ્રેસી કેમ્પિયન ઉપર પણ ભાર આપવામાં આવશે.

યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં થતા એનએસએસ સ્પેશિયલ કેમ્પમાં પ્રજ્ઞા સભા દ્વારા પ્રકાશિત વિદ્યાર્થી વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમ બુકને લઈને વિદ્યાર્થીલક્ષી આયોજન કરવાનું પણ ઇચ્છનીય ગણવામાં આવ્યું હતું. આ તકે નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડો.) ચેતનભાઇ ત્રિવેદીએ NSS ના રિજિયોનલ ડાયરેક્ટરશ્રીને યુનિવર્સિટીના કાર્યક્ષેત્રીય ફલક પર નેશનલ સર્વિસ સ્કીમ અંતર્ગત થતી પ્રવૃત્તિની વિગતો પૂરી પાડી હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)