સુરત.
ભારે વિરોધ બાદ અંતે બોલીવુડ ફિલ્મ પઠાણ ગુજરાતમાં વિવિધ શહેરોમાં રિલીઝ થઇ છે. અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે. ત્રણેય મહાનગરોમાં મલ્ટિપ્લેક્સ, થિયેટર, મોલ બહાર પોલીસની ચુસ્ત સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. શાહરૂખ ખાન ચાર વર્ષના વિરામ પછી મોટા પડદા પર પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે લોકો લાંબા સમયથી આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જેનો હવે અંત આવ્યો છે.
પઠાણની રિલીઝ પહેલા ઘણા હિન્દુ સંગઠનો આ ફિલ્મ પર પ્રતિબંધની માગ કરી રહ્યા છે. સંસ્થાઓએ સિનેમા માલિકોને ફિલ્મ ન બતાવવાની ચેતવણી આપી છે. સંગઠનોનું કહેવું છે કે જો ફિલ્મ રિલીઝ થશે તો તેઓ વિરોધ કરશે અને સિનેમા ઘરોમાં તોડફોડ પણ કરશે. ફિલ્મની રિલીઝને લઈને થયેલા હોબાળા વચ્ચે પોલીસે અનેક સિનેમા ઘરોને સુરક્ષા પૂરી પાડી છે. જ્યારે બીજી તરફ સુરત શહેરમાં આવેલા અલગ અલગ મલ્ટિપ્લેક્સ થિયેટરોમાં પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો.