PM-KISAN યોજનાના લાભાર્થીઓ માટે એગ્રીસ્ટેક ફાર્મર રજીસ્ટ્રી જરૂરી

ભારત સરકારશ્રીની Agri Stack-DPI હેઠળ ફાર્મર રજિસ્ટ્રીની કામગીરી ગ્રામ્ય લેવલે ઝુંબેશ સ્વરૂપે કરવામાં આવી રહી છે. જે અંતગર્ત રાજ્યના PM-KISAN યોજનાના તમામ લાભાર્થીઓએ યોજનાના આગામી ૧૯માં હપ્તાનો લાભ મેળવવા ફાર્મર રજિસ્ટ્રી હેઠળ સત્વરે નોંધણી કરાવવા તેમજ નવા અરજદારોએ પી.એમ. કિસાન પોર્ટલ પર અરજી કરતા પહેલા ફાર્મર આઈ.ડી. મેળવવુ જરૂરી છે.

સદર બાબત પી.એમ. કિસાન યોજનાના લાભાર્થીઓ માટે તથા નવા અરજદારો માટે મહત્વની છે. જેથી જૂનાગઢ જિલ્લાના ખેડૂત લાભાર્થીઓના હિતાર્થે વહેલી તકે ફાર્મર રજીસ્ટ્રી કરવા અનુરોધ કરવામાં આવે છે.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવો. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જૂનાગઢ દ્વારા યાદીમાં જણાવેલ છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)