RTO બ્રિજની અધૂરી કામગીરી શરૂ, અગાઉ આ બ્રિજના ગડર તૂટતા બે યુવકોના થયા હતા મોત

પાલનપુર આરટીઓ બ્રિજની કામગીરી ફરી શરૂ કરાઈ છે ગડર ધરાશાયી થતા બે યુવકોના કરુણ મોત નિપજ્યા હતા જે બાદ આ જગ્યાએ ફરી ગડર લગાવી બ્રિજ શરૂ કરવામાં આવનાર છે..

કરોડના ખર્ચે નિર્માણ પામી રહ્યો છે બ્રિજ
કરોડના ખર્ચે પાલનપુરના આરટીઓ બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે જોકે થોડા મહિનાઓ પહેલા બ્રિજ પરથી ગડર ધડાકાભેર તૂટી પડતા બે યુવકોના દટાઈ જતા કમકમાટીભર્યા મોત થયા બાદ ભારે હોબાળો સર્જાયો હતો અને એજન્સી સામે કાર્યવાહી કરવાની માંગ સાથે મામલો ઉગ્ર બન્યો હતો જોકે હવે ફરીથી વાહનચાલકોની માંગના કારણે બ્રિજની કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે.

વાહનચાલકોને હાલમાં પડી રહી છે હાલાકી
પાટણ મહેસાણા અમદાવાદ જિલ્લામાંથી આવતા વાહન ચાલકોએ અંબાજી તરફ જવા માટે હાલતો જગાણા બ્રિજ ઉપરથી લાલાવાડા થઈને જવાનો રસ્તો પસંદ કરી લીધો છે જેમાં ઓછા કિલોમીટર થતા વાહનચાલકો માટે સરળતા થઈ છે પરંતુ ડીસા અમીરગઢ તરફના વાહન ચાલકોને નાછૂટકે પાલનપુર સીટીમાંથી નીકળીને અંબાજી હાઈવે તરફ જવું પડે છે તેવામાં બ્રિજના નિર્માણ કાર્યને વહેલી તકે પૂરું કરવા માટેની માંગ ઉઠી હતી ત્યારે ફરી આ બ્રિજની અધૂરી કામગીરી શરૂ કરાઈ છે.

કલેકટરે કામગીરીનુ કર્યું નિરીક્ષણ
એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું કે ” નેશનલ હાઈવે ડિવિઝનના માર્ગદર્શનમાં હાલમાં ગર્ડર બનાવવાની તેમજ બ્રિજની ઉપરની ફિનિશિંગ વર્કની કામગીરી પૂર્ણ થવાના આરે છે. ટૂંક સમયમાં બ્લોક મેળવીને અધુરી કામગીરી પૂરી કરવામાં આવશે.જોકે તાજેતરમાં જિલ્લા કલેકટર દ્વારા પણ તપાસ કરીને કામગીરીનુ નિરીક્ષણ કરાયું હતું ત્યારે આશા રાખીએ કે આ કામગીરી ગુણવત્તા યુક્ત અને મજબૂત થાય જેથી ભવિષ્યમાં ફરી કોઈ દુર્ઘટનાનુ પુનરાવર્તન ન થાય.

અહેવાલ :- અયૂબ પરમાર (બનાસકાંઠા)