SGCCI દ્વારા સરસાણા ખાતે વિવનીટ એકઝીબીશન અને SGCCI ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એક્ષ્પો– ર૦ર૪નો ભવ્ય શુભારંભ.

સુરત.

Advertisement

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ર૦થી રર સપ્ટેમ્બર ર૦ર૪ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘વિવનીટ એકઝીબીશન– ર૦ર૪’ અને SGCCI ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એક્ષ્પો– ર૦ર૪નું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આજથી ભવ્ય શુભારંભ થયો છે.

શુક્રવાર, તા. ર૦ સપ્ટેમ્બર ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, સરસાણા ખાતે ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તેમજ ઉદ્‌ઘાટક તરીકે ભારતના પૂર્વ કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહયા હતા અને તેમના હસ્તે એકઝીબીશનનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતના એડિશનલ ટેક્ષ્ટાઇલ કમિશનર (નિવૃત્ત) શ્રી એસ.પી. વર્મા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહયા હતા અને તેમની હાજરીમાં ‘વિવનીટ એકઝીબીશન– ર૦ર૪’ અને કનહહય ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એક્ષ્પો– ર૦ર૪નું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)

Advertisement