SGCCI તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સુરતના સંયુકત ઉપક્રમે સુરતના લઘુ ઉદ્યોગકારો માટે MSME કોન્કલેવ યોજાઇ.

સુરત

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સુરતના સંયુકત ઉપક્રમે સુરત ખાતે એમએસએમઇ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સુરતના જનરલ મેનેજર એમ.કે. લાદાણી અને નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના નેશનલ એસસી / એસટી હબના સુરત હેડ શ્રી કુલદીપ સિંઘ રાજપુતે સુરતના લઘુ ઉદ્યોગકારોને MSMEs માટેની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ તથા સબસિડી વિષે વિસ્તૃત જાણકારી આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલાએ સર્વેને આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત એમએસએમઇનું હબ છે. આખા ગુજરાતમાં જેટલા એમએસએમઇ નોંધાયા છે તેના પ૦ ટકા એમએસએમઇ દક્ષિણ ગુજરાતમાં સ્થપાયા છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન યુએસ ડોલરની ઇકોનોમી બનાવવાનો સંકલ્પ લીધો છે અને તેના માટે ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન યુએસ ડોલરનો એક્ષ્પોર્ટ કરવા માટે હાંકલ કરી છે ત્યારે એક્ષ્પોર્ટના આ લક્ષ્યાંકને પહોંચી વળવા માટે એમએસએમઇ મહત્વની ભૂમિકા ભજવશે.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)