મધ્યપ્રદેશમાં શ્રી બજરંગ સેનાને મળ્યા નવા પ્રમુખ, લવજેહાદ સામે લડત ચલાવતી સંસ્થા ફરી ચર્ચામાં

સુરત: લવજેહાદના મુદ્દે સાજાગ રહેનાર અને હિન્દૂ યુવતીઓની રક્ષા માટે કાર્યરત શ્રી બજરંગ સેનાના મધ્યપ્રદેશ યુનિટને નવાં પ્રદેશ પ્રમુખ મળ્યા છે. સંસ્થાની જાહેરાત મુજબ, ઉમેશ પ્રજાપતિની નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે.

શ્રી બજરંગ સેના, જેની શરૂઆત વર્ષ 2019માં થઈ હતી, અત્યાર સુધીમાં દેશભરમાંથી લગભગ 200 જેટલી હિન્દૂ યુવતીઓને લવ જેહાદના ચંગુલમાંથી મુક્ત કરાવવાનો દાવો કરે છે. આ ઉપરાંત, સંગઠને 2,000થી વધુ બાળકોને RTE (Right To Education) કાયદા અંતર્ગત શાળાઓમાં પ્રવેશ અપાવ્યા હોવાનો પણ દાવો કર્યો છે.

ઉમેશ પ્રજાપતિની વરણી સાથે સંગઠને મધ્યપ્રદેશમાં પોતાનું ઝાળ વધુ મજબૂત કરવાનું નિશ્ચય કર્યું છે. સંગઠનના સૂત્રો અનુસાર, નવી નેતૃત્વ ટીમ ખાસ કરીને યુવાનોમાં જાગૃતિ, સંસ્કારશિક્ષણ, તથા ધર્મરક્ષાના અભિયાનોને આગળ વધારશે.

શ્રી બજરંગ સેના દેશના અનેક રાજ્યોમાં હિન્દૂ સંસ્કૃતિના રક્ષણ અને સમાજસેવાના કાર્યમાં સક્રિય છે. સંગઠન દ્વારા દીર્ઘકાળથી લવ જેહાદ, ગૌરક્ષા, અને શૈક્ષણિક જાગૃતિ જેવા મુદ્દાઓ પર અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે.