સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. મામલો છે કે જયારે એક એન્જિનિયર યુવકે એક બેફામ વાહનચાલકને માત્ર એટલું કહ્યું કે, “ભાઈ, ગાડી જોઈને ચલાવો,” તો અસામાજિક તત્વોએ તેના પર ઢોર માર મારો શરૂ કરી દીધો.આ ઘટનામાં યુવકના ચહેરા અને ખાસ કરીને આંખના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ડોક્ટરોએ જણાવ્યું કે યુવકની આંખના સ્કલેરા અને કોર્નિયા વિસ્તારમાં ગંભીર ઇજા થઈ છે અને મોટા પ્રમાણમાં ૨૦ ટાંકા લેવા પડ્યા છે. આ હુમલાથી યુવક ફક્ત શારીરિક નહીં પણ માનસિક રીતે પણ આઘાતમાં છે.હમલાખોરો ઘટના બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં તરત જ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, આસપાસના CCTV ફૂટેજને આધારે આરોપીઓની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં તેમને પકડી પાડવામાં આવશે.સુરત શહેરમાં વધતા જતા એવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની લોકોમાં માંગ ઉઠી રહી છે. એક શહેરીજને જવાબદારીપૂર્વક વાહન ચલાવવા સૂચન કરવું હોય ત્યારે પણ આવી રીતે હુમલાનો ભોગ બનવો પડે, એ ખૂબ જ ચિંતાજનક બાબત છે.
સુરત – રિપોર્ટર : સુરજ મિશ્રા