➡️ જૂનાગઢ રેન્જ પોલીસની મોટી કાર્યવાહી
➡️ ત્રણ મહિના થી નાસતા-ફરતા મુખ્ય આરોપી પકડાયા
➡️ ઇન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ
વેરાવળ, 24 ફેબ્રુઆરી 2025:
સોશિયલ મીડિયા YouTube નો દુરુપયોગ કરી પૈસા પડાવવાના કિસ્સા વધી રહ્યા છે. આવા એક ચોંકાવનારા કિસ્સામાં, જૂનાગઢ રેન્જ પોલીસે પત્રકાર પતિ-પત્નિને ઝડપી લીધા છે, જે વિડીયો વાયરલ કરીને લોકો પાસેથી ડરાવી-ધમકાવી પૈસા પડાવતા હતા.
મુખ્ય આરોપીઓ કોણ?
ગઈ ત્રણેક માસથી નાસતા-ફરતા આરોપીઓ:
1️⃣ મણીલાલ ઉર્ફે અજય રામજીભાઈ ચાંદોરા મારૂ રાજપુત (ઉંમર: 38, રહે: ઉના, વેરાવળ રોડ, અશોકનગર, બ્લોક નંબર-32)
2️⃣ દિવ્યાબેન ઉર્ફે કાવ્યાબેન મણીલાલ ચાંદોરા (ઉંમર: 32, રહે: ઉના, વેરાવળ રોડ, અશોકનગર, બ્લોક નંબર-32)
આ બે આરોપીઓ પત્રકારત્વની આડમાં YouTube ચેનલ પર વિડીયો નાખીને લોકોથી પૈસા પડાવતા હતા.
પોલીસ દ્વારા ઓપરેશન અને કાર્યવાહી
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા અને ગિર-સોમનાથ પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા ની સુચનાથી ઉના પોલીસ સ્ટેશનમાં પહેલેથી જ આ કેસ નોંધાયેલો હતો. આ ગુનાનો કેસ નંબર ૧૧૧૮૬૦૦૮૨૪ ૧૮૪૮/૨૦૨૪ હતો અને બી.એન.એસ. કલમ 119(1), 351(2), 77, 54 તથા IT એક્ટ 2000 ની કલમ 66(E), 67(A) હેઠળ તપાસ ચાલી રહી હતી.
જાળમાં ફસાયા આરોપીઓ!
ઉના પોલીસના PI M.N. રાણા દ્વારા આ કેસની તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ગુપ્ત માહિતીના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા અને હાલ રીમાન્ડ માટે તજવીજ ચાલી રહી છે.
આ કેસમાં હાલ સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. YouTube અને અન્ય સોશિયલ મીડિયાનો ગુનાખોરી માટે દુરુપયોગ કરનારા માટે આ મોટી ચેતવણી છે.
🔹 આગળની કાર્યવાહી માટે જોડાયેલા રહો…
🔹 વધુ માહિતી માટે અપડેટ્સ માટે અમને ફોલો કરો!