અંબાજી પાસે ચાલતી કાર પર વીજ થાંભલો પડ્યો.

અંબાજી

અંબાજી પાસે ચાલતી કાર પર વીજ થાંભલો પડ્યો,ઇડર નો પરિવાર કાર મા આબુરોડ જતા બનાવ બન્યો,અંબાજી પોલીસ ઘટના સ્થળે દોડી આવી,સદંબિયે મોટી જાનહાનિ ટળી

આજે દિવસે અંબાજી પાસે ચાલતી કાર પર વીજ થાંભલો પડતા કાર નો અકસ્માત સર્જાયો હતો. કાર નો આ બનાવ અંબાજી થી આબુરોડ જતા માર્ગ પર બનાયો હતો. કાર થી ઇડર નો પરિવાર આબુરોડ જતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. હાઇવે માર્ગ થી પસાર થતી કાર પર ચાલુ કરંટે વીજ થાંભલો કાર પર પડ્યો હતો. સદનબિયે આ બનાવ મા મોટી જાનહાનિ ટળી હતી.

અંબાજી થી આબુરોડ જતા માર્ગ પર આંબલીમાળ પાસે ઢાળ ચઢતા અલ્ટો કાર પર થાંભલો પડ્યો હતો. કાર મા ત્રણ બાળકો, મહિલા અને પુરુષ સવાર હતા. આ બનાવ ની જાણ અંબાજી પોલીસ ને કરાતા અંબાજી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને અંબાજી વીજ વિભાગ મા કર્મચારી પણ ઘટના સ્થળે દોડી આવી પહોચ્યા હતા. ત્યાર બાદ કારને માર્ગ પર થી સાઈડમાં કરાઈ હતી. આ બનાવ ના પગલે એક દોઢ કિલોમીટર લાંબી વાહનો ની લાઈનો લાગી હતી જેને લઇને પોલિસે ટ્રાફિક જામ હટાવ્યો હતો. આ બનાવ મા મોટી જાનહાનિ ટળી હતી તો કારને મોટુ નુકશાન થયું હતું.

અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)