અંબાજી પોલીસે સૌથી મોટી રેડ કરી ધાંગધ્રા વાળી ધર્મશાળામાં 37 ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી.

અંબાજી

અંબાજી ઘાંગધ્રા ધર્મશાળામાં બેસી ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રમાડતા ૩૭(સાડત્રીસ) ઈસમોને ગંજીપાના નંગ-૩૬૪ તથા રોકડ રકમ રૂ.૧,૮૬,૬૫૦ તથા અન્ય મુદ્દામાલ એમ કુલ રૂ.૧૯,૯૩,૮૫૦/-મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી અંબાજી બનાસકાંઠા પોલીસ.

શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરિક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક, બનાસકાંઠા જિલ્લાનાઓએ દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારીની સુચના અન્વયે, શ્રી ડો.જે.જે.ગામીત નાયબ પોલીસ અધિક્ષક, પાલનપુર વિભાગ, પાલનપુરનાઓના માર્ગદર્શન મુજબ, શ્રી આર.બી.ગોહીલ, પો.ઈન્સ. અંબાજી પોલીસ સ્ટેશનનાઓ પો.સ્ટેના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે અંબાજી સત્યમ સીટી સોસાયટી જવાના રસ્તા ઉપર આવેલ ધાંગધ્રા ધર્મશાળામાં યાત્રિકો બહારથી આવીને હારજીતનો તીનપતીનો જુગાર રમે છે જે હકીકત આધારે જુગારધારા કલમ-૬ મુજબનું વોરંટ મેળવી ધાંગધ્રા ધર્મશાળામાં રેઈડ કરી ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રમાડતા ૩૭ (સાડત્રીસ) ઈસમોર્ન ગંજીપાના નંગ-૩૬૪ તથા રોકડ રકમ રૂ.૧,૮૬,૬૫૦ તથા અન્ય મુદ્દામાલ એમ કુલ રૂ. ૧૯,૯૩,૮૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)