અંબાજી ભાદરવી પૂનમના મેળામાં છેલ્લા 13 વર્ષથી ફિનોલેક્સ પાઇપ કંપની દ્વારા પીપી બેગ આપી માઈભક્તો કરાઈ રહી છે સેવા.

અંબાજી

જગવિખ્યાત માં અંબાના ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન સેવાભાવી લોકો દ્વારા સેવાકેમ્પો લગાવી ભક્તોની સેવા કરવામાં આવે છે ત્યારે પદયાત્રીઓની સેવામા ફીનોલેક્સ પાઇપ કંપની પણ છેલ્લા 13 વર્ષથી દાંતા અને વડાલી ખાતે કેમ્પ લગાવી માઈભક્તોની સેવામાં દર વખતે જોડાય છે.આ બંને રૂટ પર લગાવવામાં આવતા સેવાકેમ્પ પર 50-50 જેટલાં માણસો સેવામાં જોડાય છે.

ભાદરવી પૂનમના આ મેળામાં કંપની અધિકારીઓ, ડીલર, રિટેલર ખડેપગે સેવા આપે છે જેમાં પ્રસાદ તરીકે પીપી બેગનું વિતરણ કરાઈ રહ્યું છે જે વરસાદી વાતાવરણમાં માઈભક્તોનો જરૂરી સામાન પલળે નહિ તેની ચિંતા કંપની દ્વારા કરવામાં આવે છે. તેમજ બેગ ઘર વપરાશમાં પણ ખુબ જ ઉપયોગી રહે છે. છેલ્લા 13 વર્ષથી સેવા કરતા આ ફીનોલેક્સ પાઇપના આ સેવા કેમ્પમા પદયાત્રા કરી આવતા લાખો માઇભક્તો પણ સેવા લઇ કેમ્પ સંચાલકોની સેવાને બિરદાવી રહ્યા છે. બનાસકાંઠાના આ સેવા કેમ્પમાં ખાસ રાકેશભાઈ પટેલ-ગુજરાત સેલ્સ મેનેજરની દેખરેખમા આ કેમ્પમા તમામ પ્રકારની સેવામાં વિશેષ ધ્યાન આપવામાં આવે છે જેમના સહયોગી તરીકે કંપની પ્રતિનિધિ નરેશ ગોયલ, વરૂણ સથવારા તેમજ કંપનીના ડીલર અને રિટેલર પણ ઉત્સાહથી સેવા આપે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફીનોલેક્સ પાઇપ કંપનીના સેવા કેમ્પના કાર્યને પણ દર વર્ષે વખાણવામાં આવે છે અને સાથે જ સન્માનપત્ર આપી ભાવથી સન્માન કરવામાં પણ આવે છે.

આ વિશે ફીનોલેક્સ પાઇપ કંપનીના સેલ્સ મેનેજર જોડે વાત કરતા કહ્યું માતાજીએ અમને સેવા કરવાનો મોકો આપ્યો છે માટે સેવા કરીએ છીએ અને માં અંબાના આશીર્વાદ બની રહેશે તો આગળ પણ આ રીતે જ માઈભક્તોની સેવા કરીશું.

અહેવાલ :- અયુબ પરમાર (બનાસકાંઠા)