બનાસકાંઠા અંબાજી મંદિર
શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી દેશનાં 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. તાજેતરમાં રાજકોટ ખાતે બનેલી ઘટનાને આખા ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે,ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા ગેમ ઝોન સહિત અનેકો જગ્યાએ તપાસ હાથ ધરીને આવી મિલ્કતો સામે કડક કાર્યવાહી હાથ ધરી રહ્યાં છે,ત્યારે ગુજરાતનાં સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે પણ ફાયર એનઓસી ન હોવાથી થ્રી ડી સીનેમાને પણ સીલ કરવામા આવ્યું હતું.
મામલતદારની ટીમ અને ફાયર વિભાગ ના અઘિકારીઓ દ્વારા થ્રી ડી થિયેટર મા તપાસ કરતા ફાયર સહિતની ઘણી બેદરકારી સામે આવી હતી. અને ટ્રસ્ટ દ્વારા નોટીશ આપવામા આવી હતી ત્યારે દેવેશ એન્ટર પ્રાઇઝ, જામનગર દ્રારા વિવિઘ પુરાવાઓ આપવામા આવ્યા હતાં અને ફરીથી ચેકીંગ હાથ ધરવામાં આવતાં ફરી બેદરકારી સામે આવતાં ટ્રસ્ટ દ્વારા નિયમો અનુસાર થ્રી ડી થિયેટર ને માઈ ભક્તોની સુરક્ષાને ધ્યાને રાખીને સીલ કરવામાં આવ્યું છે.
અહેવાલ:- ગુજરાત બ્યુરો (બનાસકાંઠા)