અંબાજી મેળામાં આવતા માઇભકતોનો ઉત્સાહ વર્ધન કરતી ગુજરાત પોલીસ.

અંબાજી

સેવા સુરક્ષા અને સલામતી માટે કટિબદ્ધ ગુજરાત પોલીસ રાઉન્ડ ક્લોક અંબાજી ભાદરવી પૂનમના મેળામાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે. ગુજરાતના ખૂણે ખૂણેથી આવતા માઇભક્તોને મંદિર પરિસરમાં માતાજીના સુગમતાથી સરળતાથી દર્શન થઈ શકે તે માટેની વ્યવસ્થા માટે ગુજરાત પોલીસના જવાનો ખડે પગે પોતાની ફરજ બજાવી રહ્યા છે. મંદિર પરિસરમાં દર્શનાર્થીઓની ભીડ એકત્ર થતી હોય છે ત્યારે આ ભીડની વ્યવસ્થા કરવી અને દરેક દર્શનાથીને માતાજીના દર્શન થાય એ માટે સુચારું આયોજન કરતી પોલીસ સુરક્ષા સલામતીની સાથે માઇ ભક્તોને મોટીવેશન કરવાનું પણ સરાહનીય કામ કરે છે.

મંદિરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ જય અંબેના જય નાદ સાથે માઈભક્તો ગર્ભગૃહને ગુંજીત કરે છે

માં અંબાના દર્શન અને જયનાદ થી લાંબી પદયાત્રા કરી આવતા યાત્રાળુઓનો થાક અને પીડા દૂર થાય છે

મંદિરમાં જ્યારે દર્શનાર્થીઓ દર્શન માટે આવે ત્યારે પોલીસ વિભાગના તમામ કર્મચારીઓ જય અંબે નો જય નાદ કરાવી તમામ ભક્તોનો ઉત્સાહ અને જોશ વધારે છે. જેના લીધે લાંબી પદયાત્રા કરી આવેલા યાત્રિકોનો ઉત્સાહવર્ધન થાય છે. માઇ ભક્તોનો ઉત્સાહ બેવડાઈ જાય છે અને તેમની આસ્થાને નવું પ્રેરકબળ મળે છે. પદયાત્રાનો થાક અને પીડા પળમાં ગાયબ થઈ જાય છે. મા અંબાના પરિષદની અંદર પોલીસ જવાનો સાથે લાખો માઇભક્તોનો જય જયકાર ગુંજી ઊઠે છે. પોલીસ જવાનોનું આ મોટીવેશન માઇભક્તોની પદયાત્રા ની પીડા ને ભુલાવી દે છે અને માના દર્શન માટેની હિંમત અને પ્રેરણા પૂરી પાડે છે. પોલીસ જવાનોની આ મોટીવેશન કામગીરી ને માઇભકતો પણ બિરદાવી રહ્યા છે.

અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)