અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેલા દરમિયાન મંદિર ના સમય મા વધારો કરાયો, લાખો ની સંખ્યા મા આવતા યાત્રાળુઓ માટે રાત્રે 12 કલાક સુધી મંદિર ખુલ્લું રહશે.

અંબાજી

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું માં જગતજનની અંબાજીનું મંદિર વિશ્વવિખ્યાત છે. માં અંબા ના પ્રતિ આસ્થા અને શ્રદ્ધા ને લઇ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. દરરોજ હજારોની સંખ્યામાં માઇભકતો માં અંબા ના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવે છે. ત્યારે ભાદરવી પૂનમ મહામેલા દરમિયાન યાત્રાળુઓ ની સંખ્યા લાખોમાં થતી હોય છે. આ ભાદરવી પૂનમ મહામેલા દરમિયાન લાખોમાં આવતા યાત્રાલુઓ ની સગવડતા ને જોઈ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવતી હોય છે.

12 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી નો મહામેળો યોજનાર છે. જેમાં લાખોની સંખ્યામાં માઇ ભક્તો માં અંબાના દર્શનાર્થે આવનાર છે. મોટી સંખ્યામાં આવતા ભક્તો ને માતાજીના દર્શન સરળતાથી થઈ શકે અને કોઈપણ અગવડતા ન થાય તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિરના સમયમાં વધારો કરાયો છે. ભાદરવી પૂનમ ના મહામેલા દરમિયાન માઈ ભક્તો સવારે 6:00 કલાકે થી લઈને રાત્રે ના 12 કલાક સુધી માતાજી ના દર્શનનો લાભ લઈ શકશે.

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમ નાં મહામેળા ના સાત દિવસ માંટે દર્શન આરતીનાં સમય ફેરફાર કરી દર્શન ના સમય મા વધારી દેવામાં આવ્યો છે

સવારે આરતી …. 06.00 થી 06.30

સવારે દર્શન…… 06.30 થી 11.30

બપોરે દર્શન….. 12.30 થી 05.00

સાંજે આરતી…. 07.00 થી 07.30

સાંજે દર્શન……. 07.30 થી મોડી રાત્રિ ના 12.00 કલાક સુધી મંદિર ખુલ્લું રહેશે

અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)