જૂનાગઢ ના વેરાવળ તાલુકામાં ગ્રામ આરોગ્યની સુખાકારી માટે અંબુજા ફાઉન્ડેશન દ્વારા ગ્રામ પંચાયત સાથે રહીને કોમ્યુનિટી ક્લિનિક/ દવાખાનું શરૂ કરવામાં આવી રહ્યું છે.જેમાં પ્રાથમિક તબીબી સારવાર, દવાઓ અને આરોગ્ય સંબંધિત માર્ગદર્શન સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થાઓ ગ્રામજનો માટે કરવામાં આવેલ છે જેમાં BAMS ડોક્ટર દ્વારા નિદાન અને સારવાર ઉપલબ્ધ રહેશે અને જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક પ્રાથમિક દવાઓ પણ આપવામાં આવશે.આ પ્રસંગમાં અંબુજા સિમેન્ટ કંપનીના વિવિધ અધિકારી ગણો અને કુકરાસ ગ્રામ પંચાયત ટીમ અને ગામના આગેવાનોની હાજર આપી પ્રાથમિક સુવિધાયુક્ત દવાખાનાનો શુભારંભ કરેલ.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)