અક્ષય તૃતિયા પર યાત્રિકોને મોટી સહુલિયત: 30 એપ્રિલે ભાવનગરથી બાંદ્રા માટે “સ્પેશિયલ ટ્રેન” દોડશે

જીતાની યાત્રા હવે વધુ આરામદાયક બનશે!
અક્ષય તૃતિયાના પાવન અવસરે યાત્રિકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે તરફથી એક વિશેષ સુવિધા જાહેર કરવામાં આવી છે. 30 એપ્રિલ, 2025ના રોજ ભાવનગર ટર્મિનસથી બાંદ્રા ટર્મિનસ સુધી એક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે.

સિનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલકુમાર ત્રિપાઠીએ આપેલી માહિતી મુજબ ટ્રેનની સમયસૂચી અને સ્ટોપેજ આ રીતે રહેશે:

  • ટ્રેન નં. 09013:
    બાંદ્રા ટર્મિનસથી ભાવનગર માટે
    તારીખ: 29 એપ્રિલ, 2025
    ઉપડશે: સાંજના 07:25 કલાકે
    પહોંચશે: સવારે 09:00 કલાકે (30 એપ્રિલ)
  • ટ્રેન નં. 09014:
    ભાવનગર ટર્મિનસથી બાંદ્રા માટે
    તારીખ: 30 એપ્રિલ, 2025
    ઉપડશે: સાંજના 05:45 કલાકે
    પહોંચશે: સવારે 07:25 કલાકે (1 મે)

સ્ટોપેજ:
બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર ગેટ, બોટાદ, ધોળા, સોનગઢ અને સિહોર ખાતે ટ્રેન બંને દિશામાં રોકાશે.

સુવિધાઓ:
આ ટ્રેનમાં થર્ડ એસી અને એસી ચેયર કાર કોચ ઉપલબ્ધ રહેશે. યાત્રિકો www.enquiry.indianrail.gov.in પર જઈને વધુ માહિતી મેળવી શકે છે.

આ ખાસ ટ્રેનનો લાભ લઈ યાત્રિકોએ ભવ્ય તહેવારના દિવસે યાત્રા વધુ સરળ અને સુખદ બનાવી શકે છે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ