અખિલ ભારતીય શૈક્ષણિક સંઘ અને આચાર્ય મંડળ,જૂનાગઢ દ્વારા યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડૉ. અતુલ બાપોદરાનું બહુમાન

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ તરીકે આજ રોજ યુનિવર્સિટીના જ કેમેસ્ટ્રી અને ફોરેન્સિંગ સાયન્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ તથા ડીન પ્રો.અતુલ બાપોદરાએ ચાર્જ સંભાળતા ભારતીય શૈક્ષણિક સંઘ, ઉચ્ચ સંવર્ગના સિનિયર ઉપાધ્યક્ષ પ્રિ.બલરામ ચાવડા અન્ય હોદ્દેદાર મિત્રો તથા આચાર્ય મંડળના પ્રિ.મગન તાળા, પ્પ્રિરિ.રાજેશ ભટ્ટ. મહેશ મેતરા, પ્રિ. ઝમકુબેન સોજીત્રા પ્રિ.દિનેશ ડઢાનીયા પ્રિ.પરવેઝ બલોચ તથા પ્રો. નરેશ સોલંકી પ્રાધ્યાપક પ્રો.જયશ્રીબેન ઓડેદરા પ્રો.પ્રફુલ્લ ડોડીયા વગેરેએ પુષ્પ ગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરી પ્રોફેસર બાપોદરાને શુભેચ્છા પાઠવી હતી.


અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ,ઉચ્ચ સંવર્ગ ગુજરાતના સિનિયર ઉપાધ્યક્ષ પ્રિ. બલરામ ચાવડા જણાવ્યું હતું કે ૨૦૧૫-૧૬ થી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્થાપના થઇ છે. અને અન્ય નવી યુનિવર્સિટીની તુલનાએ આ વિશ્વ વિદ્યાલયે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં આગળ છે. યુનિવર્સિટીએ જે કઈ વિકાસ સાધ્યો એના પાયામાં જૂનાગઢના પ્રબુધ નાગરિકો ,ભૂતપૂર્વ બોર્ડ ઓફ ગવર્નર ,એજ્યુકેટીવ કાઉન્સીલના સભ્યો યુનિવર્સિટીના પદાધિકારીઓનો મહત્વનો ફાળો છે. તેમજ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ તથા સંલગ્ન કૉલેજના આચાર્ય મિત્રો અધ્યાપકોનો પણ ફાળો છે. એ વિકાસ અવિરત રહે અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ઉતરોતર નામના મેળવે એવી શુભેચ્છા પાઠવી હતી. પ્રો.અતુલ બપોદરાએ સહુનો સત્કાર સ્વીકારી ઋણભાવ વ્યકત કર્યો હતો.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)