અણધાર્યા વાતાવરણ ફેરફારોને કારણે નવસારીની કેસર કેરીના પાક પર ખતરો.

નવસારી, ગુજરાત: નવસારીની પ્રખ્યાત કેસર કેરીનું પાક આ વર્ષે અણધાર્યા વાતાવરણ ફેરફારોના કારણે ભારે અસરગ્રસ્ત થયું છે. ખેડૂતોને શરુઆતમાં સારી ઉત્પત્તિની આશા હતી અને સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય નિકાસ માટે તકઓની પણ શક્યતા દેખાતી હતી. પરંતુ વાતાવરણમાં થયેલા અચાનક ફેરફારોને કારણે એ આશાઓ પર મરી અસર પડી છે. ખાસ કરીને, આંબાના મોર કાળા પડવાનું અને જીવાતોના વધતા પ્રકોપને કારણે પાક પર ગંભીર અસર થઈ રહી છે. આ પરિસ્થિતિને કારણે કેરીના ગુણવત્તા અને ઉત્પાદન બંને પર નકારાત્મક અસર થવાની સંભાવના છે.

નવસારીના કેસર કેરીના પરિચિત મધુર સ્વાદ અને ઉત્તમ ગુણવત્તાને દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ મહારાષ્ટ્રના બજારોમાં ખૂબ પ્રસિદ્ધિ છે. આ હાલના વાતાવરણના ફેરફારોને લઈને આગામી સીઝન માટે કોઈ ચોક્કસ અંદાજ લગાવવો મુશ્કેલ બન્યું છે, અને આના પરિણામે આ વિસ્તારના ખેડૂતો અને નિકાસકારો માટે અવરોધો ઉભા થવાની શક્યતા છે.

અહેવાલ :- આરીફ શેખ (નવસારી)