નીલેષ જાજડીયા રેન્જ આઇ.જી.પી. જુનાગઢ તથા મનોહરસિંહ જાડેજા પોલીસ અધિક્ષક ગીર સોમનાથ તથા વી.આર.ખેંગાર સાહેબ નાયબ પોલીસ અધિક્ષક વેરાવળ વિભાગ નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગ રૂપે શરીર સંબંધી ગુન્હાઓના આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે,
સુત્રાપાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી.પટેલ સા. નાઓના માર્ગદર્શન હેઠળ સુત્રાપાડા પોલીસ સ્ટાફ દ્વારા સુત્રાપાડા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦ ૬૨૫૦૧૨૯/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૧૮૯,૧૯૦,૧૯૧,૧૪૦(૨), ૧૧૫(૨),૧૧૭(૨),૩૧૪, ૩૫૧(૨),૩૫૨ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબનો ગુન્હો તા.૨૩/૦૨/૨૦૨૫ ના કલાક ૦૨/૪૫ વાગ્યે જાહેર થયેલ હોય જે ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ માંથી બે આરોપી જેમાં નંબર (૧) સિધ્ધરાજસીંહ ભુપતસીંહ ચુડાસમા ઉ.વ.૨૪ રહે.થરેલી ગામ મોરાસા ગેટ પાસે વાડી વિસ્તાર તા. સુત્રાપાડા જી.ગીર સોમનાથ તથા નંબર (૨) કૃષ્ણસીંહ ઉર્ફે મુનો મહોબતસીંહ ચુડાસમા ઉ.વ.૩૪ રહે.ઘરેલી ગામ તા. સુત્રાપાડા જી.ગીર સોમનાથ વાળાઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી ધોરણસર અટક કરવામાં આવેલ છે. તેમજ આ ગુન્હામાં વયરાયેલ ગાડી અલ્ટો જેના રજી નંબર GJ-11-AB-2582 તથા ટાટા કંપનીની પંચ કાર જેના રજી નંબર GJ-32-AA-3095 વાળી ગુન્હાના કામે કબ્જે કરેલ છે. આ કામની આગળની તપાસ પોલીસ ઇન્સપેક્ટર એમ.જી.પટેલ નાઓ ચલાવી રહ્યા છે.
આરોપીઓએ આચરેલ ગુન્હાની ટુંક વિગત –
આ કામના ફરીયાદી તથા આરોપી નં. (૨) મીત કાનાભાઇ રામ વચ્ચે પૈસા ની લેતી દેતી બાબતે વિવાદ થયેલ તેમજ ફરીયાદી એ અગાવ આરોપીઓ ઉપર ફરીયાદ કરેલ હોઇ તેમજ ફરીયાદીએ કિર્તી પટેલ ની વિરુધ્ધમાં વિડીઓ મુકેલ હોય જે બાબત નુ મનદુખ રાખી આરોપીઓ એ ગે.કા. મંડળી રચી એક સંપ કરી પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવા સારુ આરોપીઓએ ફરી ને સફેદ કલર ની અલ્ટો કારમાં બેસાડી અપહરણ કરી લઇ જઇ અમરાપુર ગામની સીમમાં કાનાભાઇ રામના રાબડે લઇ જઇ આરોપીઓએ ફરીયાદીને શરીરે ઢીકાપાટુનો માર મારી ભુંડી ગાળો આપી ફરીયાદીને લાકડી વડે મારમારી ડાબી બાજુના ઝડબા ઉપર ફેકચર કરી ફરીને ઝપાઝપીમા સોનાનો ચેઇન પડી જઇ તેમજ ટાટા પંચ કારમા બેસાડી ગુંદાળા ગામ પાસે રોડ ઉપર મુકી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા મેજી.સા.ના હથિયાર બંધી જાહેરનામા નો ભંગ કરી ગુન્હો કરેલ છે.
અહેવાલ : પ્રકાશભાઈ કારાણી વેરાવળ.