અમદાવાદ-વિરમગામ સેક્શનમાં બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર

પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ સેક્શનમાં આવેલા સાબરમતી, સાબરમતી (એફ કેબિન) અને ચાંદલોડિયા (એ) સ્ટેશનો પર ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ લગાવવા માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છેઃ

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો

 

1) ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ (19119) 01.12.2024 અને 02.12.2024ના રોજ ગાંધીનગર કેપિટલ અને સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

2) વેરાવળ-ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ 30.11.2024 અને 01.12.2024ના રોજ સુરેન્દ્રનગર અને ગાંધીનગર કેપિટલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

 

ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો

 

1) 01.12.2024 ના રોજ, ગાંધીનગર કેપિટલ-વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ વાયા ગાંધીનગર કેપિટલ-ચાંદલોડિયા-વિરમગામ ને બદલે ડાયવર્ટ કરેલા રૂટ વાયા ગાંધીનગર કેપિટલ-મહેસાણા-વિરમગામ થઈને દોડશે.

2) 01.12.2024 ના રોજ, ભાવનગર ટર્મિનસ – શાહિદ કેપ્ટન તુષાર મહાજન એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ વિરમગામ-ચાંદલોડિયા-ગાંધીનગર કેપિટલ-મહેસાણા ને બદલે ડાયવર્ટ કરેલા રૂટ વાયા વિરમગામ-કટોસણ રોડ-મહેસાણા થઈને દોડશે. આ ટ્રેન આંબલી રોડ અને ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર રોકાશે નહીં.

ટ્રેનોના સ્ટોપેજ, સમય અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

 

 

અહેવાલ :નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જુનાગઢ)