અમરાપુર ગીર કેન્દ્રનું ભવ્ય પરિણામ: અંકુર વિદ્યાલય સંકુલના ઝળહતા તારા

અમરાપુર ગીર: ધોરણ 10નું પરિણામ જાહેર થતાં જ અમરાપુર ગીર કેન્દ્રમાં અંકુર વિદ્યાલય સંકુલ દ્વારા ઉપલબ્ધ કરાયેલ ભવ્ય પરિણામે શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ નિર્ધારિત થઈ છે. કુલ 132 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી સંકુલે ગૌરવપૂર્ણ 98.47% પરિણામ હાંસલ કર્યું છે, જ્યારે અમરાપુર કેન્દ્રનું સરેરાશ પરિણામ 80% રહ્યું.

ખેડૂત પરિવારનો દીકરો અંશ જાદવ બન્યો રાજ્યનું ગૌરવ

અંકુર વિદ્યાલય સંકુલના અંશ જાદવે રાજ્યભરમાં સેકન્ડ નંબર મેળવ્યો હોવાની માહિતીથી સમગ્ર વિસ્તારમાં આનંદની લહેર પ્રસરી ગઈ છે. અંશ જાદવ ખેડૂત પરિવારથી આવે છે, છતાં તેણે પોતાના અભ્યાસ, દ્રઢ નક્કી અને મહેનતના બળે statewide રેકોર્ડ હાંસલ કર્યો છે.

અંકુર છે તો આસાન છે” – સ્કૂલનું આ સૂત્ર આજે હકીકત બની ગયું છે. અંશની સફળતા માત્ર વ્યક્તિગત કૌશલ્ય નહીં, પણ શાળા, સંચાલક મંડળ અને શિક્ષકવૃંદના સંકલિત પ્રયાસોની ઉજવણી છે.

શાળાની સિદ્ધિઓ: હિગHEST મર્ક્સ, મેડલ અને ગૌરવ

વિદ્યાલયના 13 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવ્યા છે, જ્યારે 99થી વધુ PR મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 11 રહી છે – જે સંકુલની સતત ગુણવત્તા અને શૈક્ષણિક નિષ્ઠાનું પ્રતિબિંબ છે.

આ સિદ્ધિ પાછળ સંચાલક શ્રી ભગતસિંહ ઝંણકાતની દ્રષ્ટિ, ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ શ્રી લક્ષ્મણસિંહ યાદવના માર્ગદર્શન અને શિક્ષકોના અવિરત સમર્પણનો મહત્ત્વનો ફાળો છે.

અંશ જાદવને શાળાનું સન્માન

અંશ જાદવના આ કીર્તીમાન બદલ સંચાલન સમિતિ દ્વારા ગૌરવસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભગતસિંહ ઝંણકાત, લક્ષ્મણસિંહ યાદવ અને શિક્ષકવર્ગ દ્વારા અંશને સિલ્ડ અને ગોલ્ડ મેડલ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યો.

આમ, અંશ જાદવે નાની ઉંમરે પોતાનું, પોતાની શાળા તથા સમાજનું નામ રોશન કરી સમગ્ર વિસ્તારમાં ગર્વની લાગણી ઉભી કરી છે.

– રિપોર્ટર: પ્રતાપ સીસોદીયા, માળીયા હાટી