જૂનાગઢ: ન્યાય માગતા નાગરિકને તરત જ સાંભળી તેને મદદરૂપ થતી “પોલીસ પ્રજાનો મીત્ર” વિચારધારાને સાચું રૂપ આપે તેવા પ્રસંગમાં, જુનાગઢ બી ડીવિઝન પોલીસ સ્ટેશન દ્વારા એક અસામાજિક તત્વ સામે સક્રિય અને અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે.
તા. 12/07/2025ના રોજ ભુપતભાઈ રણમલભાઈ કોડવાળા નામના નાગરિકે SP સુબોધ ઓડેદરાને રૂબરૂ મળીને રજુઆત કરી હતી કે ઝાંઝરડા ચોકડી પાસે આવેલા તેમના માલિકી હકના પ્લોટ પર બાંધકામ સમયે નજીક રહેતા દિલીપ ઉર્ફે દીલાભાઈ છેલાણા તેમને સતત અડચણ પહોંચાડે છે.
આ રજુઆતને ગંભીરતાથી લઈને SP સુબોધ ઓડેદરાએ તાત્કાલિક બી ડીવિઝનના પો.ઇ. એ.બી. ગોહીલને સૂચના આપી કાર્યવાહી હાથ ધરવા કહ્યું હતું. તરત જ ગોહીલ સાહેબે સાથેના સ્ટાફ પો.હે.કો. પરેશભાઈ હુણ અને પો.કો. મુકેશભાઈ મકવાણા સાથે મળીને અસામાજિક તત્વને બોલાવી કડક રીતે સમજાવટ કરી. અંતે સામાવાળાએ પીડિતની મિલ્કત ઉપરથી કોઈપણ વિઘ્ન નહીં ઘડવાની બાંહેધરી આપી.
આ કામગીરીથી અરજદારને ન્યાય મળ્યો અને તેમણે સમગ્ર પોલીસ ટીમનો આભાર માન્યો.
પોલીસની આ કામગીરીથી નાગરિકોમાં સુરક્ષાનો સંદેશો પહોંચ્યો છે અને “પોલીસ પ્રજાનો મીત્ર” સૂત્ર એકવાર ફરી જીવંત બન્યું છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ.