આઈ.સી.ડી.એસ. શાખા મહા નગરપાલિકા જુનાગઢ દ્વારા આંગણવાડી કેન્દ્રના કાર્યકર બહેનોની પુર્ણા યોજના અંતર્ગત પુર્ણા સખી – સહસખી મોડ્યુલ તાલીમનું બે બેંચમાં આયોજન.

જૂનાગઢ

આઈસીડીએસ. શાખા મહાનગરપાલિકા, જુનાગઢ દ્વારા આંગણવાડી કેન્દ્રના કાર્યકર બહેનોની પુર્ણા યોજના અંતર્ગત પુર્ણા સખી-સહસખી મોડ્યુલ તાલીમ નું બે બેંચમાં તા.૮/૮/૨૦૨૪ અને તા.૦૯/૦૮/૨૦૨૪ એમ બે દિવસ નું આયોજન કરવામાં આવેલ, ઉકત તાલીમમાં આઈ.સી.ડી.એસ. શાખા, મહાનગરપાલિકા, જુનાગઢના પ્રોગ્રામ ઓફ્સરશ્રી વત્સલાબેન દવે તેમજ મહાનગરપાલિકા, જુનાગઢ ના મેડિકલ ઓફિસરશ્રી ચંદ્રેશ વ્યાસ તથા તાબા હેઠળના ઘટક જુનાગઢ–૧ ના બાળવિકાસ યોજના અધિકારીશ્રી ડોલીબેન દોશી તેમજ અન્ય ન્યુટ્રીશ્યન એકસ્પર્ટશ્રી તથા સખી વન સ્ટોપ સ્ટેશનના કર્મચારીશ્રીઓ દ્વારા એનિમિયા મુક્ત કિશોરી પર તાલીમ આપી મહત્વનું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ તેમજ પુર્ણા સખી-સહસખી મોડ્યુલ દ્વારા એનિમિયા મુક્ત કિશોરી તેમજ જેન્ડર વિશેની માહિતી તથા કિશોરીના પોષણ આહાર અને માસિક સ્વચ્છતા વિશે તાલીમ આપવામાં આવેલ તેમ એક યાદીમાં જણાવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)