આઈ.સી.ડી.એસ.શાખા મહા નગરપાલિકા જુનાગઢ દ્વારા “૭મો રાષ્ટ્રીય પોષણ માહ”– ૨૦૨૪ ની પોષણ આધારીત થીમ મુજબ વિવિઘ કાર્યક્રમો થકી ઉજવણી.

જૂનાગઢ

સરકારશ્રી દ્વારા સગર્ભા, ધાત્રી માતા, કિશોરીઓ, અને ખાસ કરીને બાળકો કુપોષિત ન બને તે માટે દર વર્ષે સપ્ટેમ્બર માસમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે. આઈ.સી.ડી.એસ.શાખા, મહાનગરપાલિકા,જુનાગઢ દ્વારા પણ રોજબરોજ અલગ-અલગ પ્રવૃતીઓ હાથ ધરી લોકોને પોષણ અંગે જાગૃત કરી માહિતગાર કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે. જે અનુસંધાને તા.૧૩/૦૯/૨૦૨૪ના રોજ સિવિલ હોસ્પીટલ, જુનાગઢ ના સહયોગથી ન્યુટ્રીશ્યન રિહેબિલિટેશન સેન્ટર, સિવિલ હોસ્પીટલ ખાતે અતિ કુપોષિત બાળકોના વાલીઓ સાથે પોષણ પરામર્શ વિષયક એક કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં આઈ.સી.ડી.એસ.શાખાના પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્સલાબેન દવે તેમજ બાળવિકાસ યોજના અધિકારીશ્રી ડોલીબેન દોશી તેમજ સિવિલ હોસ્પીટલ ખાતેના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટશ્રી ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ , આસીસ્ટન્ટ મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ ડો. દિગંત શિકોત્રા, પીડીયાટ્રીશ્યન હેડ ડો. અંકિત બઢીએ ઉપરાંત ડો. નિયતી મહેતા, આસીસ્ટન્ટ હોસ્પીટલ એડમીનીસ્ટ્રેટીવશ્રી પુજા વરૂ , ન્યુટ્રીશ્યન કન્સલટન્ટ નિશા પીત્રોડા તેમજ અન્ય સ્ટાફ નર્સ બહેનો હાજર રહેલ. આ તકે બાળકોમાં કુપોષણ દુર કરવા કુપોષિત બાળકોના વાલીઓને પોષણ વિષયક માર્ગદર્શન આપવામાં આવેલ ઉપરાંત બાળકોનું નિયમિત વજન ઉંચાઈ કરાવવા વલીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ

આઈ.સી.ડી.એસ. વિભાગના પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્સલાબેન દવે દ્વારા લાભાર્થીઓને આંગણવાડી કેન્દ્ર ખાતે દર માસે વિના મુલ્યે વિતરણ થતા “TAKE HOME RASHAN (THR)” ના પેકેટનું સેવન કરવા તેમજ આ પેકેટ એટલે કે “બાલશક્તિ” માંથી મળતા પોષણ અંગે કુપોષિત બાળકોના વાલીઓને વિસ્તૃત સમજ આપવામાં આવેલ

મહાનગરપાલિકા, જુનાગઢ હેઠળના આંગણવાડી કેન્દ્રો દ્વારા પણ પોષણ માસની દૈનિક વિવિધ થીમ મુજબ પ્રવૃતીઓ હાથ ધરી જનઆંદોલન દ્વારા લોકોને સંદેશો આપવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે.

આજરોજ આ તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ વિષયક નિબંધ સ્પર્ધા તેમજ ક્વિઝ કોમ્પીટીશન નું આયોજન કરવામાં આવેલ જેમાં પુર્ણા યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્રો ખાતે નોંધાયેલ કિશોરીઓ સહભાગી થયેલ આ તકે પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્સલાબેન દવે શાંતેશ્વર સેજાના સ્માર્ટ આંગણવાડી કેન્દ્ર,જોષીપરા-૨૩ ખાતે ઉપસ્થિત રહેલ કે જેઓ દ્વારા કિશોરીઓને એનિમિયા તેમજ પોષણ વિષયક માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ‌)