આઈ.સી.ડી.એસ.શાખા મહા નગરપાલિકા, જુનાગઢ દ્વારા “૭ મો રાષ્ટ્રીય પોષણ માહ” – ૨૦૨૪ ની ઉજવણી અંતર્ગત વિવિઘ કાર્યક્રમો.

જૂનાગઢ

રાજયભરમાં ૭ માં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી થઈ રહી છે, આઈ.સી.ડી.એસ.શાખા, મહાનગરપાલિકા, જુનાગઢ દ્વારા પણ રોજબરોજ અલગ-અલગ પ્રવૃતીઓ હાથ ધરી સંબંધિતોને પોષણ અંગે જાગૃત કરી માહિતગાર કરવા તાબા હેઠળના આંગણવાડી કેન્દ્રો ખાતે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. આઈ.સી.ડી.એસ. યોજના હેઠળ આંગણવાડી કેન્દ્રો ખાતે માસના દર મંગળવારે વિવિધ થીમ જેવીકે સુપોષણ સંવાદ, બાળતુલા, અન્નપ્રાશન તેમજ બાળદિવસ, પુર્ણા દિવસ દ્વારા મંગળદિવસની ઉજવણી કરવામાં આવે છે.

આજ તા.૧૭/૦૯/૨૦૨૪ એ પોષણ માહ -૨૦૨૪ની ઉજવણી ના ભાગરૂપે આઈ.સી.ડી.એસ.શાખા, મહાનગર પાલિકા, જુનાગઢ હેઠળના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે માસના ત્રીજા મંગળવાર એટલે કે અન્નપ્રાશન તેમજ બાળ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ સદર ઉજવણી માં આંગણવાડી ના બાળકોને અન્નપ્રાશન કરાવવામાં આવેલ તેમજ બાળકોના જન્મ દિવસની ઉજ્વણી ઉપરાંત પુર્વ પ્રાથમિક શિક્ષણની થીમ મુજબની પ્રવૃતી ઓ હાથ ધરવવામાં આવેલ, આઈ.સી.ડી.એસ. શાખા ના પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્સલાબેન દવે તેમજ બાળવિકાસ યોજના અધિકારીશ્રી ડોલીબેન એન દોશી ઉપરોકત ઉજવણી ના ભાગરૂપે ગણેશનગર-૧ સેજાના દુબળી પ્લોટ-૨ આંગણવાડી કેન્દ્ર ખાતે હાજર રહેલ જેમાં વત્સલાબેન દવે દ્વારા આંગણવાડીના બાળકોને અન્નપ્રાશન કરાવેલ તેમજ બાળકોના વાલીઓની માતા મીટીંગ યોજેલ જેમાં ૬ માસથી ૨ વર્ષના બાળકોના ઉપરી આહાર વિશે માતાઓને સમજાવેલ ઉપરાંત આંગણવાડી માં આપવામાં આવતા બાલ શક્તિ ના શું લાભ છે તે અંગે લાભાર્થીઓને માહિતગાર કરવામાં આવેલ

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)