આઈ.સી.ડી.એસ.શાખા,મહા નગરપાલિકા જુનાગઢ દ્વારા પોષણ માહ–૨૦૨૪ ની ઉજવણી કરાઇ.

જૂનાગઢ

ભારત સરકારશ્રી તેમજ ગુજરાત સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષે પોષણ અભિયાન અંતર્ગત વર્ષના સપ્ટેમ્બર માસમાં પોષણ માહ ઉજવવામાં આવે છે. આ પોષણ માસ દરમિયાન વિવિધ પ્રવૃતિનું આયોજન કરી જન આંદોલન દ્વારા લોકોને પોષણ અંગે જાગૃત કરવા માટે પ્રયાસ કરવામાં આવે છે. ચાલુ વર્ષે પોષણ માસ ની ઉજવણી એનિમિયા, વૃધ્ધિ દેખરેખ (ગ્રોથ મોનીટરીંગ), પૂરક આહાર, પોષણ ભી પઢાઈ ભી (PBPB), સુશાસન પારદર્શિતા અને કાર્યક્ષમ સેવા પહોચાડવા માટે ટેકનોલોજી સહિતના ક્ષેત્રો પર ભાર મુકવામાં આવેલ છે. જે અન્વયે આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલિકા, જુનાગઢ દ્વારા પોષણ માહ–૨૦૨૪ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે.

આજ તા.૦૩-૦૯-૨૦૨૪ ના રોજ મહાનગરપાલિકા, જુનાગઢ હેઠળના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ માસની કેન્દ્રિત થીમ “પુરક આહાર” પર ભાર મુકવા માસના પ્રથમ મંગળવાર (સુપોષણ સંવાદ) અંતર્ગત ઉજવણી કરવામાં આવેલ જેમાં પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્સલાબેન દવે તથા સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી ડોલીબેન દોશી તેમજ મુખ્ય સેવિકાશ્રીઓ એ તેમની ફિલ્ડ વિઝિટ દરમિયાન આઈ.સી.ડી.એસ.યોજના હેઠળ નોંધાયેલ સગર્ભા બહેનોને પોષણ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપેલ તેમજ THR(માતૃશક્તિ) ના ફાયદા વિશે સમજાવવામાં આવેલ. આ ઉપરાંત તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ ભી પઢાઈ ભી થીમ અંતર્ગત આંગણવાડી ના બાળકોને પુર્વ પ્રાથમિક શિક્ષણની થીમ “હું મારૂ કુટુંબ અને પાડોશી” દ્વારા વિવિધ પ્રવૃતીઓ કરાવવામાં આવેલ .સમગ્ર પોષણ માસ ની તમામ ઉજવણીનું સફળ સંચાલન આઈ.સી.ડી.એસ. શાખાના પ્રોગ્રામ ઓફીસરશ્રી વત્સલાબેન દવેના માર્ગદર્શન હેઠળ આઈ.સી.ડી.એસ.ની ટીમ દ્વારા કરવામાં આવે છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)