આગામી તારીખ ૨૫ ઓક્ટોબર સુધી જૂનાગઢ ચોબારી ફાટક સરફેસ રીપેરીંગની કામગીરી સબબ વાહનોની અવરજવર પ્રતિબંધ રહેશે.

જુનાગઢ

જૂનાગઢના ચોબારી ફાટક સરફેસ રીપેરીંગની કામગીરી સબબ વાહનોની અવરજવર માટે જૂનાગઢ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ શ્રી એન.એફ.ચૌધરી દ્વારા એક જાહેરનામું ફરમાવીને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જૂનાગઢ ચોબારી ફાટક સરફેસ રીપેરીંગની કામગીરી સબબ રસ્તા બંધ કરવાની આવશ્યકતા હોય જેથી ટ્રાફિક નિયમન જળવાઈ રહે અને કોઈ ટ્રાફિક જામ કે સમસ્યા ન ઉદભવે તે માટે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવા માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ તાત્કાલિક અસરથી રાત્રીના ૦૮.૦૦ થી સવારના ૦૬.૦૦ સુધી દૈનિક ધોરણે આગામી ૨૫/૧૦/૨૦૨૪ સુધી વાહનો ની અવરજવર પર પ્રતિબંધ રહેશે તથા તેના વૈકલ્પિક રૂટ માટે સોમનાથ, પોરબંદર, વંથલી, કેશોદ તરફથી આવતા ભારે વાહનો માટે મધુરમ ગેઇટ થઇ મોતીબાગ સરદારના બાવલા થઈ આયુર્વેદિક કોલેજ, ગિરનાર દરવાજા, મજેવડી ગેટથી નાના મોટા ભારે વાહનો તેમજ મોટી બસો પસાર થઈ ધોરાજી રાજકોટ તરફ આવક જાવક કરી શકશે અને ટુ-વ્હીલર તેમજ ફોર વ્હીલર જેવા વાહનો મોતીબાગ થી શહેર વિસ્તાર થઇ પસાર થઈ શકશે તેમજ રાજકોટ, ધોરાજી, સાબલપુર ચોકડી તરફથી આવતા ભારે વાહનો માટે કેશોદ, સોમનાથ, પોરબંદર જવા માટે નવા બનેલ બાયપાસ રોડ નો ઉપયોગ કરી શકશે તેમજ ટુ-વ્હીલર ફોર વ્હીલર જેવા વાહનો મજેવડી દરવાજાથી શહેર વિસ્તાર થઈ પસાર થઈ શકશે સાથે ઝાંઝરડા રોડ ઉપર આવેલ અંડર બ્રિજ થી ચોબારી રોડ થી બાયપાસ તરફના રોડ પર તમામ પ્રકારના વાહનો માટે અવરજવર પ્રવેશ બંધ છે ત્યારે ઝાંઝરડા રોડ થઈ ઝાંઝરડા ચોકડી બાયપાસ તરફનો રોડ ઉપર ફક્ત ટુ-વ્હીલર ફોરવ્હીલર જેવા વાહનો અવરજવર કરી શકશે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)