આજ અમાસની ભરતી વખતે ડુમસ દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. ડુમસ બીચ નજીક આવેલા દરિયા ગણેશ મંદિરના પગથિયા સુધી પાણી પહોંચતા સંખ્યાબંધ સહેલાણીઓ ડુમસ બીચ પર ઉપસ્થિત રહ્યા.
પરંતુ, ભયંકર કરંટને ધ્યાનમાં લેતા સ્થાનિક પોલીસ વિભાગે તાત્કાલીક રીતે સહેલાણીઓને સલામત જગ્યાએ ખસેડી દીધું છે.
ડુમસ બીચ વિસ્તાર અને દરિયા ગણેશ મંદિર આસપાસ પોલીસ જવાનોએ ‘નૉ એન્ટ્રી’ ઝોન જાહેર કરીને અહીંથી કોઈ પણ પ્રવેશ રોકી દેવાયો છે અને નિયમિત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.
સ્થાનિક પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, “કોઈ દુર્ઘટના ન થાય એ માટે અમે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સખત બનાવી છે.”
સહેલાણીઓ અને સ્થાનિક લોકોને આ વિસ્તારોમાં સાવધાની રાખવા અને પોલીસ દ્વારા આપવામાં આવતા માર્ગદર્શનનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.