કપરાડા તાલુકાના એક આંતરિયાળ ગામના સામાન્ય પરિસ્થિતિ ધરાવતા પિતાની દિકરી પેરામેડિકલ શાખામાં પ્રવેશ મેળવેલ પરંતુ આર્થિક પરિસ્થિતિ મુજબ પહોંચી વળવું થોડું અઘરું હતું.આથી બાળકીના પિતાએ કપરાડાના આગેવાન જયેન્દ્રભાઈ ગાંવિતનો સંપર્ક કરતા તેમણે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલનો સંપર્ક કરી બાળકીને ઘટતી મદદ કરવા અપીલ કરી.આ બાબતે સમસ્ત આદિવાસી સમાજની કારોબારીમા ચર્ચા કરતા સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજય પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયાએ ડો.નિરવ ભુલાભાઇ પટેલની અપીલ સહર્ષ સ્વીકારી હતી.
આ પ્રસંગે ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા અત્યારસુધી 450 જેટલાં બાળકોને ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ અભ્યાસમા તેજસ્વી ગરીબ બાળકોને 42 લાખ કરતા વધારાની ધનરાશી આપવામાં આવી ચુકી છે.અમારો મુખ્ય ધ્યેય આદિવાસી સમાજ શિક્ષિત,સંગઠિત અને આરોગ્યની દ્રષ્ટિએ મજબૂત બની દેશની સેવામા ખુબ મોટો ભાગ ભજવે એવો છે. અને એ માટે અમે અમારાથી બનતા તમામ પ્રયત્નો કરીશું અને એમાં અનેક નામી-અનામિ લોકોનો સતત સહકાર મળી રહ્યો છે,
જેના લીધે અમે આજદિન સુધી અનેક લોકોને મદદરૂપ થવા સક્ષમ બન્યા છે એવા તમામ લોકોનો પણ હૃદયપૂર્વક આભાર માન્યે છીએ અને અમારું સંગઠન રાષ્ટ્રીય સ્તરે કોઈપણ જાતના ભેદભાવ વગર દરેક સમાજ,જાતિ,ધર્મના લોકોને મદદરૂપ થવા સક્ષમ બને એ માટે અમે કુદરતને પ્રાર્થના કરીએ છીએ.આ પ્રસંગે ડો.નીતિનભાઈ,ડો.એજી પટેલ, ઠાકોરભાઈ, કેશવભાઈ, ગુણવંતભાઈ, ધનસુખભાઈ ઝેડ, ધનસુખભાઇ એમ., મુકેશભાઈબામણીયા, બિપીનભાઈ, કમલેશભાઈ, ભાવિક, ચંદ્રકાન્તભાઈ, પ્રદીપભાઈ, હેમંતભાઈ,મુકેશભાઈ ખરોલી સહિત ઘણા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોર્ટ :- અંકેશ યાદવ , (ખેરગામ)