આપ ના દિલ્હી ના CM અરવિંદ કેજરીવાલ ને જામીન મળતા કેશોદ ચારચોક ખાતે ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી.
અરવિંદ કેજરીવાલ 50 દિવસ બાદ જામીન પર મુક્ત થતાં કેશોદ શહેર માં ઇન્ડિયા ગઠબંધન ના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યાં
*ઇન્ડિયા ગાંઠ બંધન ના કાર્યકરો એ ખુશી વ્યક્ત કરી…*
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હી નાં cm અરવિંદ કેજરીવાલ ને 50 દિવસ બાદ જામીન પર મુક્ત કર્યાં છે ત્યારે જુનાગઢ જિલ્લાના કેશોદ શહેર ખાતે
ઇન્ડિયા ગઠ બંધનના કાર્યકરો દ્વારા આતશબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી.
ગત રોજ સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલ ને 10 મેના રોજ વચ ગાળાના જામીન આપ્યા હતા ત્યાર બાદ ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરો દ્વારા કેશોદ ના ચારચોક ખાતે આતશબાજી કરી ખુશી વ્યક્ત હતી.
અહેવાલ :- જગદીશ યાદવ (જુનાગઢ)