જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે સોશ્યલ મીડિયા પર મહિલા પોલીસ અધિકારી વિરુદ્ધ જાતિય પ્રકારની અભદ્ર તથા અશોભનીય ટીપ્પણી કરનાર કુલ પાંચ ઇસમોને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું છે.
🔹 આઈ.જી. નિલેશ જાડીયા તથા એસ.પી. સુબોધ ઓડેદરાની સૂચના મુજબ સોશ્યલ મીડિયા પર ગેરકાયદે અભદ્ર અને ઉશ્કેરણીજનક ટિપ્પણી કરનારાઓ સામે તગડી કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.
🔹 તાજેતરમાં ફેસબુક તથા યુટ્યુબ પર વાયરલ થયેલા એક વિડીયોમાં કેટલાક યુઝરોએ મહિલા પોલીસ અધિકારીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના હેતુથી અભદ્ર કોમેન્ટ કરી હતી.
🔹 ટેકનિકલ ટીમે તપાસ હાથ ધરીને વિવિધ સોશિયલ મીડિયા આઈ.ડી.ની વિગતો મેળવી તાત્કાલિક કાર્યવાહી કરી.
📍 અટક કરાયેલા આરોપીઓના નામ-સરનામાં :
મનોજ ડાયાભાઈ વાઘેલા – રાજકોટ (FB ID: Vaghela Manoj)
અરવિંદભાઈ દાનાભાઈ સોંદરવા – રાજકોટ (FB ID: ad.sondarva.7)
વિનોદભાઈ લાલભાઈ કોન્ટ્રાક્ટર – સુરત (FB ID: jalalbhai)
જય ઉર્ફે જેન્તીભાઈ મુળજીભાઈ પટેલ – અમદાવાદ (FB ID: jv patel)
રમેશભાઈ આંબાભાઈ રાડીયા – જુનાગઢ (FB ID: radadiya vd)
🔹 આરોપીઓની ધરપકડ દરમ્યાન તેમના મોબાઇલ ફોન કબ્જે લેવામાં આવ્યા છે.
🔹 પ્રાથમિક પુછપરછમાં આરોપીઓએ પોતે આમ આદમી પાર્ટીના સમર્થક હોવાનું કબૂલ કર્યું તથા ઈરાદાપૂર્વક અધિકારીની બદનામી માટે અભદ્ર કોમેન્ટ કર્યાની સ્વીકારોક્તિ આપી.
📍 આ કેસમાં સામેલ અન્ય એક આરોપી – નીરજ જ્યોતીન્દ્રભાઈ ટીમાણિયા, વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા, ભાવનગરના હોવાની માહિતી મળી છે. તેમની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે.
👉 પોલીસ દ્વારા જણાવાયું છે કે, સોશ્યલ મીડિયા પર અભદ્રતા, અશ્લીલ ટીપ્પણી કે ખોટી ઉશ્કેરણી કરનારાને ક્યારેય છોડવામાં નહીં આવે અને કડક કાયદાકીય પગલાં લેવાશે.
📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ