આરોગ્ય લાભ માટે ડબલ ફોર્ટીફાઈડ નમક અને ફોર્ટીફાઈડ ચોખા અપનાવો!!

જૂનાગઢ સંપૂર્ણ પોષણ માટે ડબલ ફોર્ટીફાઈડ નમક અને ફોર્ટીફાઈડ ચોખા અપનાવવા જરૂરી છે. ડબલ ફોર્ટીફાઈડ નમકમાં આયોડીન અને આર્યન તથા ફોર્ટીફાઈડ ચોખામાં વિટામીન બી ૧૨, આર્યન, ફોલિક એસીડ, ઝિંક, વિટામીનએ ઉમેરવામાં આવે છે,
ખાસ કિશોરીઓ અને મહિલાઓમાં એનિમિયાની સમસ્યાને નિવારવા ડબલ ફોટિફાઇડ મીઠું કારગર છે, તો ફોર્ટીફાઇડ ચોખામાં ફોર્ટીફાઇડ રાઇસ કર્નલ ઉમેરવામાં આવેલ હોય છે. જેમાં ફોલીક એસીડ, વિટામીન-બી૧૨ અને આયર્ન જેવા પોષક તત્વો હોય છે, જેમાં ફોલીક એસીડ ગર્ભમાં રહેલ શિશુના વિકાસ અને રકત ઉત્પાદનમાં મદદરૂપ આયર્ન – લોહીની શકિત વધારે છે. વિટામીટ બી-૧૨ મગજની કાર્યક્ષમતા વધારવા અને રક્તકણોના ઉત્પાદન માટે જરૂરી છે. આમ, જરૂરી પોષક તત્વો ઉમેરવાથી પોષણના સ્તરમાં ખૂબ ફાયદો જોવા મળે છે.
WHO ના પ્રમાણે ફોર્ટિફિકેશન એટલે “પોષણમાં સુધારો કરવા માટે, ખોરાકમાં આવશ્યક સૂક્ષ્મ પોષકતત્ત્વો, એટલે કે વિટામિન્સ અને ખનિજો ની માત્રા વધારવાની રીત અને ખાદ્ય પુરવઠાની પોષક ગુણવત્તામાં સુધારો કરવો અને આરોગ્ય માટે ન્યૂનતમ જોખમ સાથે જાહેર આરોગ્ય લાભ પૂરો પાડવો.
ફૂડ ફોર્ટિફિકેશન એટલા માટે કરવું જરૂરી છે. જેનાથી ખાસ કરીને બાળકો અને પ્રજનન વયની મહિલાઓ માટે સુક્ષ્મ પોષકતત્વોના કુપોષણને દૂર કરવા માટે એક વસ્તી આધારિત ઓછો ખર્ચાળ અભિગમ છે
આહાર પદ્ધતિ અને સામાજિક સ્વીકૃતિમાં કોઈ ફેરફાર નથી, ઓછી દૈનિક માત્રામાં સલામતી સાથે ઝડપી અસર ધરાવે છે, ખોરાકની પ્રાકૃતિકતામાં કોઈ ફેરફાર થતો નથી, નિયમિત રીતે મલ્ટિ-માઇક્રોન્યુટ્રિઅન્ટ્સ RDA ના નોંધપાત્ર પ્રમાણની ઉપલબ્ધતા, કોઈ પણ ખાઈ શકે છે. ફોર્ટીફીકેશનમાં ડબલ ફોર્ટીફાઈડ નમક, ફોર્ટીફાઈડ ચોખા, ફોર્ટીફાઈડ આટો અને ફોર્ટીફાઈડ તેલનો સમાવેશ થાય છે.
ડબલ ફોર્ટીફાઈડ નમક અને ફોર્ટીફાઈડ ચોખામાં પોષક તત્વો ઉમેરવામાં આવે છે. જેમાં ડબલ ફોર્ટીફાઈડ નમકમાં આયોડીન અને આર્યન તથા ફોર્ટીફાઈડ ચોખામાં વિટામીન બી ૧૨, આર્યન, ફોલિક એસીડ, ઝિંક, વિટામીનએ ઉમેરવામાં આવે છે.
ડબલ ફોર્ટીફાઈડ નમક ”કલ્પતરુ” ડબલ ફોર્ટીફાઈડ નમક – ‘કલ્પતરુ’ અને ફોર્ટીફાઈડ ચોખા એન.એફ. એસ.એ. (NFSA) કાર્ડ ધારક ને દરેક સસ્તા અનાજ ની દુકાને થી આપવામાં આવે છે. જયારે સરકારની દરેક પ્રાથમિક શાળામાં પી.એમ. પોષણ યોજના યોજના અંતર્ગત બાળકોના ભોજનમાં ડબલ ફોર્ટીફાઈડ નમક ” પોષક ”યોજના અંતર્ગત બાળકોના ભોજનમાં ડબલ ફોર્ટીફાઈડ નમક – ‘પોષક’ અને ફોર્ટીફાઈડ ચોખા અને ફોર્ટીફાઈડ તેલ નો ઉપયોગ કરવામાં આવે છે. આંગણવાડી બાળકોના નાસ્તામાં ફોર્ટીફાઈડ ચોખા, ફોર્ટીફાઈડ આટો, ફોર્ટીફાઈડ તેલ નો ઉપયોગ કરવામાં આવે છે.
કિશોરીઓ અને મહિલાઓમાં એનિમિયાની સમસ્યાને નિવારવા ડબલ ફોટિફાઇડ મીઠું ખુબ જ ઉપયોગી છે. રાજ્યના નાગરિકોના સુવાસ્થ્ય માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. સરકારના કુપોષણ અને એનિમિયા રોકવા માટેના એક પ્રયત્નરૂપે ડબલ ફોટિફાઇડ મીઠું ‘કલ્પતરુ’ લોન્ચ કરવામાં આવ્યું છે અને જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા NFSA કાર્ડ ધારકસુધી પહોંચ તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. એનિમિયા અને કુપોષણથી જન-જાનને રક્ષણ આપતા આર્યન અને આયોડીનથી સંપન્ન ડબલ કોટિફાઇડ મીઠું આરોગ્ય માટે લાભપ્રદ છે.
મીઠું આપણા શરીરમાં ખુટતાં સુક્ષ્મ દ્રવ્યો પહોંચાડવા માટેનું એક સંપૂર્ણ અને ઉત્તમ વાહક બની શકે તેમ હોવાથી આર્યન અને આયોડીનથી જેવા પોષક તત્વો માટે વાહક તરીકે મીઠું પસંદ કરવામાં આવ્યું અને તેમાંથી જન્મ થયો ડબલ ફોર્ટીફાઇડ મીઠાનો….આ મીઠાના ઘટકતત્વો સામાન્ય રીતે આપણા દૈનિક આહારની આયોડિનની જરૂરિયાતના ૧૦૦ ટકા અને આર્યન જરૂરિયાત ૩૦ થી ૫૦ ટકા પૂરી કરે છે. આર્યનની બાકીની જરૂરિયાત લીલા શાકભાજી, કઠોળ, અનાજ અને અન્ય આર્યનયુક્ત ખોરાક ઉપરાંત જરૂર પડે તો આર્યનની ગોળી કે સિરપ દ્વારા પુરી કરી શકાય છે.
” કલ્પતરુ ” ના નામે ઓળખાતું કબલ ફોર્ટિફાઇડ મીઠું ખોરાકમાં સરળતાથી વાપરી શકાય છે, તે રોજિદા ખોરાક જેવાં કે શાક, દાળ, રોટી વગેરેમાં મિશ્ચિત કરવું આરોગ્ય માટે લાભદાઈ છે. ડબલ ફેટીફાઈડ મીઠું પરિવારના તમામ સભ્યો ખાય શકે છે. પરંતુ કિશોરીઓ અને મહિલાઓમાં એનિમિયાનું જોખમ વધારે હોવાથી, તેમણે આ મીઠું ખાસ વાપરવું જોઈએ. ડબલ ફેર્ટીફાઈડ મીઠામાં દેખાતા કાળા કણો મીઠામાં આર્યન ઉમેરેલું છે તે દર્શાવે છે. પર્યાપ્ત માત્રામાં આર્યન આપણા શરીરમાં એનિમિયા થતો અટકાવવામાં મદદરૂપ થાય છે. ડબલ ફોર્ટીફાઈડ મીઠું આપણને આયોડીનની ઉણપને લીધે થતી ગોઇટર (ગળામાં ગાંઠ)ની બિમારીથી બચાવે છે. બાળકોના મગજ અને શરીરના યોગગ્ય વિકાસ માટે આયોડીન અને આર્યન આવશ્યક હોવાથી તેમજ વ્યાપકપણે જોવા મળતાં એનિમિયાથી બચવા માટે સાદું મીઠું વાપરવાની જગ્યાએ ડબલ ફોર્ટીફાઈડ મીઠું વાપરવું વધુ યોગ્ય છે. આયોડિન બાળકોના સર્વાંગી શારીરિક અને માનસિક વિકાસ તેમજ શરીરના વિવિધ અંગો જેમ કે, હ્રદય, મગજ અને સ્નાયુઓની કામગીરીમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. બાળકોના મગજનો યોગ્ય વિકાસ થવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું હોવાથી આયોડીન સગર્ભા અને ધાત્રી માતાઓ માટે જરૂરી છે. આર્યન શરીરની સામાન્ય ઊર્જા અને એકાગ્રતા, પાચનક્રિયાઓ. રોગપ્રતિકારક શક્તિ અને શરીરના તાપમાનનું નિયમન જેવી અનેક મહત્વપૂર્ણ સમગીરીને જાળવવામાં મદદરૂપ થાય છે.
ડબલ ફોર્ટીફાઈડ મીઠામાં આયોડીન ઉપરાંત આર્યન હોવાથી રસોઈ બની જાય ત્યાર બાદ જ ડબલ ફોર્ટીફાઈડ મીઠુ ઉપરથી ઉમેરવું. ડબલ ફોર્ટીફાઈડ મીઠાને પ્લાસ્ટિક અથવા કાચની ચુસ્ત બરણીમાં ભરવું અને ઉપયોગ કરતી વખતે પ્લાસ્ટિક ચમચી નો ઉપયોગ કરવો.. ભેજ તેમજ સૂર્યપ્રકાવ્યથી દૂર રાખવું જોઈએ. આ મીઠાનો સ્વાદ સામાન્ય મીઠા જેવો જ હોય છે. મીઠામાં આયોડીન અને આયર્ન ઉમેરાવાથી મીઠામા કે તે મીઠું વાપરી બનાવેલા ભોજનના સ્વાદમાં કોઈ ફેર પડતો નથી.
ફોર્ટીફાઇડ ચોખામાં ફોર્ટીફાઇડ રાઇસ કર્નલ ઉમેરવામાં આવેલ હોય છે. જેમાં ફોલીક એસીડ, વિટામીન-બી૧૨ અને આયર્ન જેવા પોષક તત્વો હોય છે. ફોર્ટીફાઇડ ચોખાનો સંગ્રહ, તેને રાંધવાની પદ્ધતિ તેમજ સ્વાદ સામાન્ય ચોખા જેવો જ હોય છે. ફોલીક એસીડ ગર્ભમાં રહેલ શિશુના વિકાસ અને રકત ઉત્પાદનમાં મદદરૂપ આયર્ન – લોહીની શકિત વધારે છે. વિટામીટ બી-૧૨ મગજની કાર્યક્ષમતા વધારવા અને રકતકણોના ઉત્પાદન માટે જરૂરી છે. ફોર્ટિફાઇડ ચોખાનો ઉપયોગ શાકભાજી ભાત, ખીચડી, પુલાવ અને અન્ય ચોખા આધારિત વાનગીઓમાં કરી શકાય છે.
આમ, સંપૂર્ણ પોષણ માટે ડબલ ફોર્ટિફાઇડ મીઠું અને ફોર્ટીફાઇડ ચોખાનો રોજિંદા આહારમાં સમાવેશ કરો અને સ્વસ્થ જીવન જીવો..

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ