જુનાગઢ, તા. ૩૧ – દેશસેવાની ભાવનાથી પ્રેરિત યુવાઓ માટે સુવર્ણ તક આવી રહી છે. જુનાગઢ જિલ્લાના યુવાઓને ભારતીય સેનામાં ભરતી થવામાં સરળતા રહે અને તેઓ પસંદગીના તમામ તબક્કાઓ સફળતાપૂર્વક પસાર કરી શકે તે હેતુથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જુનાગઢ દ્વારા ૩૦ દિવસીય નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તાલીમ વર્ગ આગામી સમયમાં આર્મી રીક્રુટિંગ ઓફિસ જામનગર દ્વારા યોજાનારી લશ્કરી ભરતી મેળાને ધ્યાનમાં રાખીને આયોજન કરાયો છે. તાલીમ વર્ગ દરમિયાન ઉમેદવારોને ફિઝિકલ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ તથા લેખિત પરીક્ષા માટે યોગ્ય માર્ગદર્શન અને તૈયારી આપવામાં આવશે.
તાલીમ વર્ગની વિશેષતાઓ:
૩૦ દિવસનો સંપૂર્ણ નિવાસી અભ્યાસક્રમ
રહેવા અને જમવાની નિઃશુલ્ક સુવિધા
નિયમિત વ્યાયામ, દોડ અને માનસિક તૈયારી
સ્ટાઇપેન્ડની પણ સુવિધા
અરજી માટે પાત્રતા:
ઉમેદવાર ધોરણ ૧૦ પાસ કે તેથી વધુ ભણેલા હોવા જોઈએ
ઉમર ૧૭.૫ વર્ષથી ૨૩ વર્ષની વચ્ચે હોવી જોઈએ
શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણપણે તંદુરસ્ત હોવો જોઈએ
અરજી કરવાની પ્રક્રિયા:
અરજી ફોર્મ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જુનાગઢ ખાતે વિનામૂલ્યે ઉપલબ્ધ છે
અરજી સાથે જોડવાના આવશ્યક દસ્તાવેજો:
ધોરણ ૧૦ની માર્કશીટની નકલ
શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
આધારકાર્ડની નકલ
પાસપોર્ટ સાઈઝના ફોટા (૨ નંગ)
બેંક પાસબુકની નકલ
જો હોય તો NCC પ્રમાણપત્ર
અરજી મોકલવાની અંતિમ તારીખ: જાહેરાત પ્રસિદ્ધ થયેલ દિવસથી ૧૦ દિવસની અંદર
અગ્નિવીરની લેખિત પરીક્ષામાં પાસ થયેલા તથા એડમિટ કાર્ડ ધરાવતા ઉમેદવારોને તાલીમ માટે અગ્રતા આપવામાં આવશે.
વધુ માહિતી માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જુનાગઢનો ટેલિફોન નં. ૦૨૮૫-૨૬૨૦૧૩૯ પર સંપર્ક કરી શકાય છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ.