જૂનાગઢ જિલ્લાના સેમરાળા, બગડુ અને જામકા ગામોમાં “શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ – ૨૦૨૫” અંતર્ગત ગૃહ વિભાગના ઉપસચિવ શ્રી અમિત રાવલના ઉપસ્થિતામાં બાળકોને હર્ષોલ્લાસભર્યું શાળાપ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
ઉપસચિવ શ્રી અમિત રાવલ દ્વારા ગામે ગામ આદ્યશ્રેણીના બાળકોને શાળામાં પ્રવેશ અપાવી, શિક્ષણને ઉજવણીમાં પરિવર્તિત કરતો એક સુંદર કાર્યક્રમ આયોજિત થયો. તેમણે દરેક શાળાની કાર્યપદ્ધતિ અને શિક્ષણની ગુણવત્તાની પણ તપાસ કરી અને બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રેરણાત્મક સૂચનો આપ્યા.
આ પ્રસંગે:
સેમરાળા પ્રાથમિક શાળા: બાલવાટિકા – ૫ બાળકો
બગડુ માધ્યમિક શાળા: ધો. ૧ થી ૯ – ૮૮ બાળકો, બાલવાટિકા – ૨૧ બાળકો
બગડુ કુમાર પે. સે. શાળા: બાલવાટિકા – ૧૮ બાળકો
બગડુ પ્લોટ શાળા: બાલવાટિકા – ૮ બાળકો
જામકા સરસ્વતી વિદ્યાલય: ધો. ૧ થી ૯ – ૧૪ બાળકો, બાલવાટિકા – ૧
જામકા પ્રાથમિક શાળા: બાલવાટિકા – ૧૭ બાળકો
આજના દિવસે કુલ ૧૭૨થી વધુ બાળકોને શાળાપ્રવેશ આપીને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી, ત્યારબાદ બાળકો દ્વારા સમૂહ પ્રાર્થના અને મહેમાનોનું પુસ્તકથી સ્વાગત પણ કરાયું. અંતે વનમહોત્સવ રૂપે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે સરપંચ, શાળા આચાર્ય, શિક્ષકગણ, ગામના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
🖊️ અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ