ઇંગ્લેન્ડના લેસટરમા ચુંટણી માં સાંસદ તરીકે ચૂંટાયેલ ગુજરાતીની શિવાની રાજાએ ખાસ દીવના લોકો કે જે લેસ્ટર માં વસવાટ કરે છે તેનો સાથ સહકાર માંગેલો.

દીવ

શિવાની રાજાએ વિડયો કોન્ફ્રરનસના માધ્યમથી દીવ વાસીઓ અને ગુજરાતીઓ ને મતદાન કરવા અપીલ કરેલ..

ગુજરાતી શિવાની રાજા તે હાલ ઇંગ્લેન્ડના લેસ્ટર ખાતે થી સાંસદના તરીકે ચુંટાઈ આવ્યા છે.. ચુંટણી પહેલા શિવાની રાજાએ મૂળ દીવના લેસ્ટરમા વસવાટ કરતાં લોકોને મતદાન કરવા અપીલ કરેલી…

શિવાની રાજા એ ગુજરાત અને દીવમાં વિડિયો કોન્ફરન્સ થી પ્રચાર કરેલો..

દીવ અને ગુજરાતના હજારો લોકો લેસ્ટરમા વસવાટ કરે છે અને ત્યાંના મતદાર છે..

જેના કારણે દીવના મલાલા ખાતે બીજેપી નેતા અશ્વિન બેંકર અને શિવાની રાજા દ્વારા પ્રેસ કોન્ફરસ યોજી હતી..

જેમાં શિવાની રાજા દ્વારા દીવ અને ગુજરાત વાસીઓ ને વિડિઓ કોંફરન્સ મારફતે મત આપવા અપીલ કરી હતી..

એટલુંજ નહિ અહીંના અનેકો લોકો હાલ દીવ અને ગુજરાત આવ્યા છે તો આ લોકોને ઓનલાઈન મત આપવા અપીલ કરી હતી..

અહેવાલ :-હુસેન ભાદરકા ગીર સોમનાથ