જૂનાગઢ
ઇકોઝોન નાબૂદ માટે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ભાજપના પ્રમુખોએ લેટર લખતા આપનેતા પ્રવીણ રામે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ મુદ્દે ભાજપમાં જ અસહમતી જોવા મળી રહી છે
તેમજ વધુમાં આપનેતા પ્રવીણ રામે જણાવ્યું કે જો ભાજપના પ્રમુખો અને હર્ષદ રીબડીયા પોતે જ ઇકોઝોન નાબૂદ કરવા માટે રજુવાત કરતા હોય તો એમનો મતલબ કે આ કાયદો લોકોને નુકસાનકર્તા તો છે જ, ત્યારે ભાજપના પ્રમુખોની વાત માનીને સરકારે લોકોને નુકસાનકર્તા આ કાળા કાયદાને નાબૂદ કરવો જોઈએ
ઇકોઝોન વિરોધમાં પંચાયતોના ઠરાવ થતા આપનેતા પ્રવીણ રામની લડતને વેગ મળ્યો
કેન્દ્ર સરકાર દ્વારા ઇકોઝોંન માટે બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં ગીર સોમનાથ,જૂનાગઢ અને અમરેલી જિલ્લાના 196 જેટલા ગામડાઓનો સમાવેશ થતાં ખુબ મોટા પાયે ગ્રામ્ય લેવલ પર આક્રોશ જોવા મળી રહ્યો છે, તેમજ આ આક્રોશ દિવસેને દિવસે વધી રહ્યો છે,ગઈ કાલે તાલાલા ,વિસાવદર અને ખાંભાના અનેક સરપંચોએ ગ્રામસભામાં ઇકોઝોનની વિરુદ્ધમાં ઠરાવ પસાર કરતા સમગ્ર વિસ્તારમાં ઇકોઝોન નાબૂદ કરવાની માંગ વધારે મજબૂત બની છે
અંદાજિત 8 વર્ષ પહેલા લડત લડી ઇકોઝોન જેવા કાળા કાયદાને સ્થગિત કરાવનાર લોકનેતા પ્રવીણ રામે આ વખતે પણ સૌથી પહેલા ઇકોઝોન જેવા કાયદાનો જાહેરમાં વિરોધ કરી 2 ઓક્ટોમ્બર અને ગાંધીજયંતીના દિવસથી તમામ 196 ગામના લોકો માટે મુખ્ય 2 પ્રોગ્રામો જાહેર કર્યા હતા ,પ્રથમ પ્રોગ્રામ એ હતો કે 2 ઓક્ટોમ્બર અને ગાંધીજયંતીના દિવસથી તમામ પંચાયતોમાં ઇકોઝોન વિરુદ્ધમાં ઠરાવ થાય તેમજ તમામ ગ્રામજનો વ્યક્તિગત વાંધા અરજી મેઈલ દ્વારા અથવા પોસ્ટ દ્વારા કેન્દ્ર સરકારને મોકલે અને આ અભિયાન સતત 15 દિવસ સુધી ચલાવવાની આપનેતા પ્રવીણ રામે જાહેરાત કરી હતી ત્યારે આ અભિયાનના પ્રથમ દિવસે જ તાલાલા તાલુકાના ભોજદે,સાસણ, ભાલછેલ, ચિત્રાવડ, બોરવાવ તેમજ વિસાવદર તાલુકાના ખાંભા,લીલીયા,મોટી મોણપરી, બરડીયા, કાકચીયાળા, રાજપરા,જાંબુડી અને રતાંગ તેમજ ખાંભા તાલુકાના ચકરાવા તેમજ બીજા અનેક ગામોમાં ઈકોઝોન વિરુદ્ધનો ઠરાવ પસાર થતા પ્રવીણ રામના આ અભિયાનને વેગ મળ્યો છે તેમજ બીજા પ્રોગ્રામ મુજબ લોકો નવરાત્રીમાં ઇકોઝોન નાબૂદ કરવાના બેનર સાથે ગરબા રમશે એવી જાહેરાત કરી હતી ત્યારે જોવુ એ રહ્યું કે હવે આ બીજો પ્રોગ્રામ કેટલો વેગ પકડે છે
પરંતુ આપ નેતા પ્રવીણ રામના આ અભિયાનો જેટલા વેગ પકડશે એટલી જ ચિંતા ભાજપ માટે વધવાની છે કારણકે ઇકોઝોનના મુદ્દાને લઈને જૂનાગઢ અને ગીર સોમનાથના જિલ્લા પ્રમુખ ભાજપને લેટર લખી ઇકોઝોન નાબૂદ કરવા માટે રજુવાત કરતા ભાજપમાં જ આ કાયદાને લઈને અસહમતી હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે ત્યારે આ બાબતે આપ નેતા પ્રવીણ રામે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે એક બાજુ ભાજપ જ આવો કાળો કાયદો લગાડે છે અને બીજી બાજુ ભાજપના પ્રમુખો આ કાયદા રદ કરવા માટે રજુવાતો કરે છે , આ રમત કોઈ રીતે સમજાતી નથી અને વધુમાં એમને જણાવ્યું કે જે કોઈ રમત હોય પણ એટલી તો ચોક્કસ વાત છે કે ભાજપના પ્રમુખોએ આ કાયદો રદ કરવાની માંગણી કરી મતલબ કે આ કાયદો લોકોને નુકશાનકર્તા છે તો પછી ભાજપના પ્રમુખોની વાત માની ભાજપ સરકારે લોકોને નુકસાનકર્તા હોય એવા ઇકોઝોનના કાયદાને તાત્કાલિક ધોરણે રદ કરવો જોઈએ
અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)