ગીર સોમનાથ જિલ્લાના ઈણાજ અને ડાભોર ગામની પ્રાથમિક શાળાઓના મધ્યાહ્ન ભોજન કેન્દ્રોમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે સંચાલક (સંચાલક-કમ-કૂક) તરીકે કામ કરવા માટે યોગ્ય ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે.
આ નિમણૂક તત્કાલ અને હંગામી ધોરણે કરવામાં આવશે, જે કેવળ અવકાશભરતી ધોરણે છે અને સમયંતરે, ગમે ત્યારે કોઈ નોટીસ વિના રદ પણ કરવામાં આવી શકે છે.
રસ ધરાવતા અરજદારોને તા.૨૫/૦૫/૨૦૨૫, સાંજે ૪.૦૦ વાગ્યા સુધી ગ્રામ્ય મામલતદાર કચેરી, વેરાવળ ખાતે રૂમ નં.૧૦ (પી.એમ.પોષણ યોજના શાખા)માંથી મળતા નિર્ધારિત નમૂનામાં અરજી કરવાની રહેશે.
📎 મહત્વપૂર્ણ શરતો:
- અરજીમાં ઉમેદવારએ કઈ શાળા માટે અરજી કરી છે તે સ્પષ્ટ રીતે દર્શાવવું જરૂરી છે.
- સાથે જરૂરી પ્રમાણપત્રોની નકલ જોડવી ફરજિયાત છે.
- અધૂરી અથવા સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ નામંજૂર ગણાશે.
👩🍳 મહિલાઓને ખાસ અગ્રતા:
પદ માટે સ્થાનિક સ્ત્રી ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે. જો સ્થાનિક સ્ત્રી ઉપલબ્ધ ન હોય, તો નજીકના ગામની મહિલા, વિધવા કે ત્યકતા મહિલાને તક આપવામાં આવશે.
પસંદગી પ્રક્રીયા દરમિયાન ઉમેદવારના અનુભવ અને શૈક્ષણિક લાયકાતને ધ્યાને લેવામાં આવશે અને પસંદગી સમિતિનો નિર્ણય અંતિમ ગણાશે.
📢 અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ