સુરત :
ગુરુવારે બપોરે 3 વાગ્યાના સુમારે ઉધના રોડ નંબર-3 શનિદેવ મંદિર પાસે ઊભેલો યુવક ટ્રકના પાછળના ટાયરમાં આવી જતા મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
ડિંડોલી પ્રિયંકા સોસાયટીમાં 18 વર્ષીય ઉત્તમ ભગવાન ભૂઈયા પરિવાર સાથે રહેતો હતો. ઉત્તમ ગુરુવારે બપોરે ઉધના ત્રણ રસ્તા પાસે સર્વિસમાં મુકેલી ઈલેક્ટ્રીક મોપેડ લેવા માટે આવ્યો હતો. મોપેડ લઈને ઉત્તમ ફરી ઘરે જઈ રહ્યો હતો. તે સમયે અકસ્માત સર્જાયો હતો. બનાવને પગલે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં ઉત્તમ મોપેડ મૂકીને રોડની સામેની બાજું કેમ આવ્યો અને તેએ આપધાત કર્યો છે કે અકસ્માત સર્જાયો છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)