ઉના ખાતે એલ.સી.બી. ગીર સોમનાથની પ્રોહિબિશન વિરુદ્ધ મોટી કાર્યવાહી — ₹3.84 લાખનો મુદામાલ જપ્ત.

ઉના, તા. 6 — ગીર સોમનાથ જિલ્લા પોલીસની એલ.સી.બી. ટીમે ઉના પોલીસ સ્ટેશન વિસ્તારના વિધ્યાનગરમાં પ્રોહિબિશન વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરતાં વિદેશી દારૂનો મોટો જથ્થો અને વાહન મળી કુલ ₹3,84,710 નો મુદામાલ કબ્જે કર્યો છે.

જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ, કાયદો અને વ્યવસ્થા જાળવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નેસ્તનાબુદ કરવાની સૂચના મુજબ, એલ.સી.બી. પો.ઇન્સ્પેક્ટર એમ.વી. પટેલ તથા પો.સબ.ઇન્સ્પેક્ટર એ.સી. સિંધવની આગેવાનીમાં ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રેઇડ કરી.

કાર્યवाही દરમ્યાન નીચેના આરોપીઓને ઝડપવામાં આવ્યા:

  1. નાશી જનાર જુમાભાઇ રખાભાઇ ઉનડજામ (રહે. ઉમેજ)

  2. વનરાજ ઉર્ફે વનો ધુસાભાઇ ચાંદુ (રહે. વાકીયા, જી. ગીર સોમનાથ)

કબ્જે કરાયેલ મુદામાલ:

  • વિદેશી દારૂની 274 બોટલ અને 23 બિયર ટીન — કિંમત ₹1,84,710

  • ફોર વ્હીલર — કિંમત ₹2,00,000
    કુલ કિંમત: ₹3,84,710

આરોપીઓ વિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ કલમ 65(ઈ) હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

કાર્યવાહી કરનાર ટીમ:
પો.ઇન્સ. એમ.વી. પટેલ, પો.સબ.ઇન્સ. એ.સી. સિંધવ, પો.હેડ.કોન્સ. ગોવીંદભાઇ વાળા, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, કમલેશભાઇ પીઠીયા, પેરોલ ફર્લો સ્કોડના પો.હેડ.કોન્સ. પ્રવિણભાઇ મોરી અને પો.કોન્સ. રવિરાજસિંહ બારડ.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ